ETV Bharat / city

સુરત: કોરોના કહેર શરૂ થયો ત્યારથી મેડિકલ ઈન્શ્યોરન્સ લેવામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો - Piyush Raul, an agent of medical insurance

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. એક તરફ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે કેસની સંખ્યા વધતા પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનાની સારવારનો ખર્ચ લાખો રૂપિયામાં થઈ રહ્યો છે. ત્યારે તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓએ પોતાના મેડીક્લેમમાં કોવિડ-19ને શામિલ કર્યું છે. જ્યારથી સુરતમાં કોરોનાનો કહેર શરૂ થયો છે ત્યારથી મેડિકલ ઇન્સ્યોરન્સ લેવામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે.

Medical insurance
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ ઈન્સ્યોરન્સ લેવામાં ભારે ઉછાળો
author img

By

Published : Jul 9, 2020, 7:58 PM IST

સુરતમાં મેડિકલ ઈન્સ્યોરન્સ લેવામાં ભારે ઉછાળો

  • ઈન્શ્યોરન્સ કંપનીઓએ મેડીક્લેમમાં કોવિડ-19ને કર્યું સામેલ
  • કોરોનાના કહેરમાં ઈન્શ્યોરન્સ લેવામાં 70 ટકાનો વધારો
  • 25,000થી લઈ લાખો રૂપિયા સુધીનો ક્લેમ છે કંપની પાસે

સુરતઃ કોરોનાના કહેરને લઇ તમામ ઈન્શ્યોરન્સ કંપનીઓએ પોતાના મેડીક્લેમમાં કોવિડ-19ને શામિલ કર્યું છે. જ્યારથી જિલ્લામાં કોરોનાનો કહેર શરૂ થયો છે ત્યારથી મેડિકલ ઈન્શ્યોરન્સ લેવામાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે.

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ ઇન્સ્યોરન્સ લેવામાં ભારે ઉછાળો

કોરોનાના કહેર વચ્ચે મેડિકલ ઈન્શ્યોરન્સ લેનાર લોકો માટે મોટી રાહત એ છે કે, ઈન્શ્યોરન્સ કંપનીઓ કોરોનાની ટ્રીટમેન્ટ માટે પણ ક્લેમ આપવા તૈયાર થઈ છે. મેડિકલ ઈન્શ્યોરન્સ લેવા માટે અત્યાર સુધી લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો હતો પરંતુ જ્યારથી આ મહામારી શરૂ થઈ છે અને ઈન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા કોવિડ-19ની ટ્રીટમેન્ટને સામેલ કરવામાં આવી છે, ત્યારથી મેડીકલ ઈન્શ્યોરન્સ લેવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

સુરતના મેડિકલ ઇન્સ્યોરન્સના એજન્ટ પિયુષ રાઉલે જણાવ્યું હતું કે જ્યારથી આ મહામારી શરૂ થઈ છે ત્યારથી ઇન્સ્યોરન્સ લેવામાં 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. પિયુષ રાઉલે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જે લોકો પણ મેડિકલ ઈન્સ્યોરન્સ લઈ રહ્યા છે તેઓને ઈન્સ્યોરન્સ લેવાના 15 દિવસમાં જ જો કોરોના પોઝિટિવ થાય તો સારવારનો ખર્ચ કંપની ઉઠાવે છે. 25,000 થી લઈ લાખો રૂપિયા સુધીનો ક્લેમ કંપની પાસે કોરોના પોઝિટિવ દર્દીના સારવાર માટે આવતા હોય છે અને કંપની આપે છે. સમગ્ર પાસાઓ અંગે તપાસ કર્યા બાદ આખરે ક્લેમ આપવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ હોસ્પિટલમાં વપરાતા પીપીઈ કીટ અને અન્ય સાધનો કે જે કોરોનાની સારવાર દરમિયાન ઉપયોગી થાય છે તેમનો ખર્ચ હાલ માત્ર 30 થી 40 ટકા જ કંપની ઉઠાવી રહી છે. જો કે હાલ આ માટે સરકાર દ્વારા ગાઇડ લાઇનનો બહાર પાડવામાં આવી છે અને ટૂંક સમયમાં આ અંગે વધુ સ્પષ્ટતા થશે. જોકે અત્યાર સુધી આવો કોઈ કેસ સામે નથી આવ્યો કે હોસ્પિટલ વધુ મેડિકલનો ખર્ચ વસૂલી રહી હોય દર્દીઓની સ્થિતિ જોઈને જ ચાર્જ ક્લેમ કરવામાં આવતો હોય છે.

શહેરમાં પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટર અરવિંદ ઢાકેચાએ જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કહેર વચ્ચે અનેક દર્દીઓ આવે છે કે જેઓની પાસે મેડિકલ ઈન્સ્યોરન્સ હોય છે અને અમે ઈન્સ્યોરન્સવાળા દર્દીઓને પણ સારવાર આપી રહ્યા છે અને તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. વધારે ચાર્જ ઈન્સ્યોરન્સના દર્દીઓ પાસેથી વસૂલવાનો કોઈ પ્રશ્નો ઉભો થતો જ નથી. અનેક કંપનીઓ કેસલેસની સુવિધા આપે છે તો કેટલીક સારવાર કર્યા પછી દર્દીઓને રકમ આપી દેતી હોય છે.

કોરોનાની સારવાર મેળવી સ્વસ્થ થયેલા વેપારીએ કહ્યું કે, મારો પાંચ લાખનો મેડિકલ ઈન્સ્યોરન્સ હતો અને આ વર્ષે જ મેં આ ઈન્સ્યોરન્સ લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી ટેકસટાઈલમાં ચાલી રહેલી મંદીના કારણે આર્થિક સંકળામણની સ્થિતિ સર્જાઈ હતી અને આ વચ્ચે કોરોના થતા ચિંતા થઈ હતી. પરંતુ ઈન્સ્યોરન્સના કારણે સાડા ચાર લાખનું બિલ મારે ભરવું પડ્યું ન હતું. તેમનું કહેવું છે કે, મને નથી લાગતું કે કોરોનાના કારણે મારી પાસેથી હોસ્પિટલે વધારે ચાર્જ વસૂલ કર્યો હોય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.