સુરત: ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના પાટટપુર પોલીસ મથક (pattapur police station odisha)માં પકડાયેલા 3 કરોડના ગાંજાના ગુનામાં (Marijuana Smuggling In Odisha) ભાગતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતથી ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે (surat crime branch team) બાતમીના આધારે કતારગામ ગજેરા સર્કલ (katargam gajera circle) પાસેથી આરોપી સંજય હારી ગૌડને ઝડપી પાડ્યો હતો.
આરોપી સંતોષ મલ્લિકનો સાગરિત છે સંજય ગૌડા
આરોપી સુરતના અમરોલી વિસ્તાર (crime in surat amroli )માં રહેતો હતો અને હીરા ઘસવાનું કામ કરતો હતો. પોલીસ તપાસમાં હકીકત જાણવા મળી હતી કે, 30-06-2021 રોજ ઓરિસ્સા પાટુંપુર પોલીસે એક ઘરમાં રેડ કરી હતી, જ્યાંથી 81 ગુણમાં 3 કરોડની કિંમતનો 3,157 કિલો ગાંજો ઝડપાયો હતો, જેમાં 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનામાં પકડાયેલા આરોપી સંતોષ મલ્લિકનો સાગરિત હાલમાં પકડાયેલો આરોપી સંજય ગૌડા છે. અને ધંધામાં ભાગીદાર છે. સંજય ગૌડા પોલીસ પકડથી બચવા માટે સુરત આવી ગયો હતો અને અહીં ચોરીછુપીથી રહેવા લાગ્યો હતો.
સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર (surat crime branch police inspector) લલિત વાઘડિયાએ જણાવ્યું હતું કે, આરોપી સંજય ગૌડા સુરતમાં આસરો લેવાના ઇરાદે હીરા ઘસવાની મજૂરી કામ કરતો હતો. તે વોન્ટેડ આરોપી છે. પકડાયેલો આરોપી સંતોષ મલ્લિકનો હાલ પકડાયેલા આરોપી સંજય ગૌડા અંગત સાગરીત હોવાનું બહાર આવ્યું છે. તેમજ ગાંજાના ધંધામાં ભાગીદાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સુરત શહેરમાં આવી છૂપાઈને રહેતો હતો.
આ પણ વાંચો: Corona Cases In Surat: સુરતમાં કોરોનાના કેસો વધતા તંત્ર એલર્ટ, 94 જેટલા કસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા