ETV Bharat / city

કસ્ટમ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા પતિ વિરુદ્ધ મામલતદાર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ

સુરતના ખટોદરા વિસ્તારમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ સુરતના ડિઝાસ્ટર વિભાગમાં કાર્યરત મામલતદાર પત્નીએ પોતાના કસ્ટમ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા પતિ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે જ પુત્ર પ્રાપ્તિ માટે અવાર-નવાર માનસિક ત્રાસ આપવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુરત
સુરત
author img

By

Published : Oct 13, 2020, 11:01 PM IST

સુરત: જિલ્લામાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીએ તેના પતિ અને ભાવનગર કસ્ટમ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા પતિ અને પોતાના સાસુ વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મામલદાર પત્નીએ તેમના પતિ અને સાસુ ઉપર આરોપ લગાવ્યો છે કે, તેઓ તેમની દિકરી પોતાની માસીને આપી દેવા તથા નોકરી નહીં કરવા માટે દબાણ કરતા હતા. તેમણે કહ્યું કે, પુત્ર પ્રાપ્તિ માટે પણ અવાર-નવાર તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ફરિયાદીએ 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો હતો અને ત્યારબાદ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કસ્ટમ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા પતિ ઉપર મામલતદાર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ
આ ઘટના અંગે સુરતના ACP જે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, ફરિયાદી તરફથી લખાવેલી ફરિયાદ મુજબ તેમને સરકારી નોકરી છોડવા માટે દબાણ કરવામાં આવતું હતું. સાથે જ સંતાન પ્રાપ્તિ માટે પણ અવાર-નવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું જણાવવા મળ્યું છે. બીજી તરફ ફરિયાદીની સાસુ તરફથી પણ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને ફરિયાદ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.