- સુરતમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ કર્યો વિરોધ
- રાંધણ ગેસના ભાવનો વિરોધ કરવા મહિલાઓ પહોંચી વરાછા
- પાણીમાં ભજિયાં તળી રાંધણ ગેસના ભાવનો કર્યો વિરોધ
સુરત: રાંધણ ગેસ અને ખાદ્ય તેલમાં ભાવ વધારો થતા સુરત મહિલા કોંગ્રેસ દ્વારા વરાછામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીં મહિલાઓએ પાણીમાં ભજિયાં તળી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
લાકડાના ચૂલા સળગાવી વિરોધ નોધાવ્યો
કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ કહ્યું, રાંધણ ગેસ અને ખાદ્ય તેલમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જેને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એટલે અમે બધા ભેગા મળીને સુરતના વરાછા વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છીએ. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને સાથે રાખી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ કહ્યું, ભાજપ સરકારની આંખ ઊઘાડવા માટે અમે પાણીમાં ભજિયાં તળ્યા છે. રાંધણ ગેસ અને સીંગતેલમાં થતો વધારાને લઈને ભાજપ સરકાર કેમ ચૂપ છે.
કોંગ્રેસ સરકાર દરમિયા 5 રૂ. પણ વધતા તો સ્મૃતિબેન વિરોધ કરતા હવે તેમને શું થયું?: મહિલા કાર્યકર્તા
મહિલા કાર્યકર્તાઓએ વધુમાં કહ્યું, જયારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે 5 રૂપિયાનો પણ વધારો થતો તો સ્મૃતિબેન ગેસના બાટલા લઈને વિરોધ કરવા પહોંચી જતા હતા. અને આજે જ્યારે ભાવ અસહ્ય હાલતમાં પહોંચ્યો છે ત્યારે તે બધા કેમ ચૂપ છે.