સુરત : કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં નાની બહુચરાજી મંદિર આવેલું છે. આ મંદિરના મહંત શંભુ મહારાજે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતા ભક્તો તેમજ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
નાની બહુચરાજી મંદિરના મહંતે ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા : મહંતના આત્મહત્યાનું કારણ હાલ સામે આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે. શંભુ મહારાજ છેલ્લાં 25 વર્ષથી વેડરોડ સ્થિત શ્રી નાના બેચરાજી મંદિરમાં સેવા પૂજા કરતા હતા. નવરાત્રી અગાઉ તેઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનારા મહંતના સમાચાર મળતાં ભાવિકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.