ETV Bharat / city

ઓલપાડમાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક તૈયાર થયો પરંતુ ખેડૂતોનું થઈ રહ્યું છે શોષણ

author img

By

Published : May 28, 2020, 10:49 AM IST

કોરોના મહામારી વચ્ચે ખેડૂતો સંકટમાં ડાંગરનો મબલક પાક તૈયાર થઇ ચુક્યો છે. પરંતુ વેપારીઓને તૈયાર ડાંગર વેચવા મજબુર બનેલા ખેડૂતોનું આર્થિક રીતે શોષણ થઇ રહ્યું છે. સ્થિતિ એવી સર્જાય છે કે, ખેડૂતોના ઉત્પાદન ખર્ચ પણ માથે પડી રહ્યો છે, ત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે તેવી માગ ખેડૂત આલમમાં ઉઠી છે.

Mabalak summer paddy crop ready in Olpad
ઓલપાડમાં મબલક ઉનાળુ ડાંગરનો પાક તૈયાર

સુરતઃ ચાલુ વર્ષે ડાંગર પકવતા ખેડૂતોએ મોટાપાયે ડાંગરનું વાવેતર કર્યું હતું. પોષણક્ષમ ભાવ મળવાની આશા સાથે ખેડૂતોએ પોતાનો પાક તૈયાર કર્યો હતો. જોકે, લોકડાઉને ખેડૂતોની તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું. કેમ કે, ખેડૂતોએ મહેનતથી વાવેલો ડાંગરનું મબલક ઉત્પાદન તો થયું પરંતુ લોકડાઉનની સ્થિતિમાં મજૂરો આવી ન શક્યા. આથી ખેડૂતોએ હાર્વેસ્ટીંગ મશીનથી ડાંગરની કાપણી કરવી પડી. જેમાં ખર્ચ વધી ગયો ઉપરથી સ્થાનિક મજૂરો પાસે ડાંગરની સાફસફાઈ અને ડાંગરની ગુણી તૈયાર કરવાની કામગીરી કરાવી પડી, જેમાં એડવાન્સ પૈસા આપવા પડ્યા અને ખેડૂતોના પડતા પર પાટુ ફરી વળ્યું. સહકારી મંડળીઓએ સમયસર ડાંગરની ખરીદી નહીં કરતા હવે ખેડૂતો વેપારીઓને પોતાનું ડાંગર વેચવા મજબુર બન્યા છે. જેમાં રોકડા પૈસા તો મળે છે. પરંતુ એમાંય શોષણ જ થઇ રહ્યું છે.

ઓલપાડમાં મબલક ઉનાળુ ડાંગરનો પાક તૈયાર પરંતુ, ખેડૂતોનું શોષણ
દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકની સૌથી વધુ ખેતી ઓલપાડ તાલુકામાં કરવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 50 હજાર એકરમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થયો છે. જેની હાલ પુરજોશમાં કાપણી થઇ રહી છે. આશરે 20 લાખ જેટલી ડાંગરની ગુણી તૈયાર થવાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે ડાંગરના પાક માટે 363 રૂપિયા ટેકાનો ભાવ જાહેર કર્યો છે. પરંતુ એનાથી ઓછા ભાવે વેપારીઓ દ્વારા ખરીદી થઇ રહી છે. જેમાં ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોને 50થી 70 કરોડનું નુકશાન થશે એવું ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે, સરકારે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ.

સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોની પડખે રાજ્ય સરકાર અવારનવાર આવતી હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હરહંમેશની જેમ આ વખતે પણ અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે. દુઃખની વાત એ છે કે, જે ખેડૂતોએ ખોબે ખોબા ભરીને ગાંધીનગર મોકલ્યા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ક્યારેય સરકારમાં ખેડૂત હિતની વાત રજૂ કરી નથી. ખેડૂતોની સ્થિતિ દયનિય જ હતી તેવામાં લોકડાઉનને કારણે ખેડૂતોના માથે ઘાત આવી છે, ત્યારે સરકારે ખેડૂતોની વહારે આવી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી સ્થિતિ ઉભી કરવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.