- માં અમૃતમ કાર્ડ બનાવનાર ઓપરેટરોની હડતાલ
- કાર્ડ બનાવવા આવેલા દર્દીઓને પડી રહી છે હાલાકી
- માં અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકાય
સુરતઃ રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મફતમાં સારવાર મળી રહે તે માટે મા અમૃતમ કાર્ડ યોજના અમલ મૂકી છે. આ યોજનામાં ગરીબી રેખા હેઠળ આવતા અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મફત સારવાર મળતી હોય છે. દર્દીઓ આ યોજના અંતર્ગત પોતાની પસંદગી ખાનગી હોસ્પિટલમાં 5 લાખ સુધી મફત સારવાર મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે દર્દીઓ ગંભીર હાલતમાં માં અમૃતમ કાર્ડ બનાવવા સેન્ટર પર આવ્યા હતા અમૃતમ કાર્ડ ઓપરેટરો અચાનક હડતાળ પર ઉતરી જતાં દર્દીઓને માં અમૃતમ બનાવવા માટે ભારે હાલાકી પડી રહી છે તેવા માં કાર્ડ બનાવવા વગર જ નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે.
આ પણ વાંચોઃ આરોગ્ય વિભાગની બેદરકારી: પોરબંદરમાં 'માં અમૃતમ કાર્ડ' રસ્તે રઝળતા મળ્યા
મા અમૃતમ કાર્ડ બનાવવાની કામગીરી બંધ
મા અમૃતમ કાર્ડ બનાવવા આવેલા કેન્સર પીડિત દર્દી પૂનમ રાઠોડે જણાવ્યું હતું કે, મારું કેન્સરનું ઓપરેશન છે, અમે ગરીબ હોવાથી હોસ્પિટલનો ખર્ચ કરી શકતા નથી ઓપરેશન કરવા માટે ડૉક્ટરે દોઢ લાખ રૂપિયા ખર્ચ કીધો છે. જેથી અમૃતમ કાર્ડ બનાવવા આવ્યા હતા. અમે ચાર દિવસથી મા અમૃતમ કાર્ડ બનાવવા માટે શહેરના અલગ-અલગ સેન્ટરો પર ફરી રહ્યા છે. પણ બધી જગ્યાએ માં અમૃતમ કાર્ડ બનાવવાનું કામ બંધ છે.
ઓપરેટરો હડતાલ પર
પાંડેસરા ખાતે રહેતા ઘરકામ કરતાં સુરેખાબેન કરનકાલ તેઓ વિધવા છે તેઓ પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે બન્ને દિકરીઓ પરણીત છે અને એક પુત્ર અભ્યાસ કરે છે. ઘર કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને છાતીના ભાગમાં દુખાવો થતાં તાત્કાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે હાર્ડમાં તકલીફ હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરે એન્જીયોગ્રાફી કરવા માટે ખર્ચ કહેતા અને એન્જીયોગ્રાફી બાદ ઓપરેશનનો ખર્ચ 1.50 હજાર રૂપિયા કહેતાં તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. તેમને રાજ્ય સરકારની મા અમૃતમ કાર્ડ અંગે જાણ થતાં તેઓ પુરાવા લઈ મા અમૃતમ કાર્ડ બનાવવા ગયા હતા પરંતુ માં અમૃતમ કાર્ડ ઓપરેટરો હડતાલ પર ઉતરી જતા અમૃતમ કાર્ડ સેન્ટર બંધ હતા.
છેલ્લા છ મહિનાથી પગાર આપવામાં આવ્યો નથીઃ ઓપરેટર
મા અમૃતમ કાર્ડ બનાવનારા ઓપરેટરે જણાવ્યું હતું કે તેમને છેલ્લા 6 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. કોરોના કાળમાં પરિવારનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. અમે અનેક વખત કોન્ટ્રાક્ટરો કે ઉપરી લેવલના અધિકારીઓને જાણ કરી છે, તેમ છતાં આજદિન સુધી મને પગાર આપવામાં આવ્યો નથી. જ્યાં સુધી અમારા પગાર ખાતામાં આવશે નહિ ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રાખીશું.
આ પણ વાંચોઃ સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના 80 લાખથી વધુ પરિવારોને મળશે કોરોનાની ફ્રી સારવાર
અદિત માઇક્રોસિસ પ્રાઇવેટ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે
રાજ્ય સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડ બનાવવાની કામગીરી અદિત માઈક્રોસિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટર અંતર્ગત શહેરના અલગ અલગ 7 વિસ્તારમાં મા અમૃતમ કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં 9 જેટલા કર્મચારીઓ કામ કરે છે પરંતુ તેમને કોન્ટ્રાક્ટર દ્વારા છ મહિનાથી પગાર નહીં આપવામાં આવતા હાલ તેઓ કામગીરીથી દૂર રહી હડતાલ પર ઉતર્યા છે. જેથી મા અમૃતમ કાર્ડ બનાવવા આવતા ગંભીર દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દર્દીઓ નિરાશ થઇને જઇ રહ્યા છે.