ETV Bharat / city

સુરતમાં લવ જેહાદ : પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું - લવ જેહાદ

શહેરમાં પ્રથમ લવ જેહાદનો કેસ નોંધાયો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. આરોપી યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોતાની ઓળખ મુકેશ મહાવીર ગુપ્તા બતાવી યુવતી સાથે લગ્ન કરનાર અખ્તર મોહંમદ સમતઅલી શેખ સામે ફરિયાદ નોંધાઇ છે. યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડતાં તેને માર માર્યો હતો.

સુરતમાં લવ જેહાદ : પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું

author img

By

Published : Aug 13, 2021, 3:44 PM IST

Updated : Aug 13, 2021, 9:25 PM IST

  • મૂકેશ મહાવીર ગુપ્તા તરીકે ઓળખ આપી હિન્દુ યુવતી સાથે લગ્ન
  • લગ્ન કરનાર અખ્તર મોહંમદ સમતઅલી શેખ સામે ફરિયાદ નોંધાઇ
  • બુરખો પહેરવા દબાણ કર્યું અને યુવતીએ ના પાડતાં તેને માર માર્યો
  • અખ્તર ઊર્ફે મૂકેશે યુવતીને જણાવ્યું હતું કે તે રેલવેમાં નોકરી કરે છે

    સુરત : ડિંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતી એક યુવતી 3 વર્ષ પહેલાં ગોડાદરામાં એક મોબાઈલ કંપનીમાં ટેલિકોલર તરીકે નોકરી કરતી હતી. જે તે સમયે એક યુવક સિમ કાર્ડ બદલાવા આવ્યો હતો. તેણે પોતાનું નામ મુકેશ મહાવીર ગુપ્તા જણાવ્યું હતું. યુવતીને મુકેશેે નવા ગ્રાહકો લાવવાનું પણ જણાવ્યું હતું. જેથી સંપર્ક વધતાં અખ્તર ઊર્ફ મુકેશ નવા 15થી 20 ગ્રાહક લાવ્યો હતો.આ વચ્ચે યુવતી અને મૂકેશ વચ્ચે મિત્રતા વધતી ગઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. મુકેશે યુવતીને જણાવ્યું હતું કે કહ્યું હતું તે રેલવેમાં નોકરી કરે છે. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. મૂકેશે સમજાવી કે રેલવેમાં નોકરીની વાત કરશે તો માતા માની જશે. યુવતી મૂકેશથી 10 વર્ષ ઉંમરમાં નાની હતી. મૂકેશની ઉંમર 30 તો યુવતીની ઉંમર 20 હતી.
    પતિ મુસ્લિમ હોવાની પત્નીને ખબર પડતાં નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કર્યું

    યુવતીના હાથમાંં મુકેશનું આધાર કાર્ડ આવ્યું

    લગ્ન બાદ સંતાનમાં એક દીકરો થયો હતો. થોડા મહિના પહેલાં યુવતીના હાથમાંં મૂકેશનું આધાર કાર્ડ આવ્યું. એમાં મૂકેશની જગ્યાએ અખ્તર મોહંમદ સમતઅલી શેખ જોતાં તે સ્તબ્ધ થઈ ગઇ હતી. સરનામું છત્રપતિ શિવાજીનગર, ખાનપુરા, લિંબાયત હતું. આધારકાર્ડમાં નામ બાબતે તેણે મૂકેશને પૂછતાં યુવતીને મુકેશે જણાવ્યું હતું કે મુસ્લિમ ધર્મ સૌથી પવિત્ર ધર્મ હોય છે અને અત્યારે તું મારી પત્ની છે તેથી તારે મુસલમાન ધર્મ અંગીકાર કરી લેવાનો છે. તેમજ યુવતીને અખ્તર ઘરમાં નમાજ પઢવા દબાણ કરતો હતો. સાથોસાથ બુરખો પહેરવા પણ દબાણ કરતો હતો. યુવતીને મસ્જિદમાં લઈ જવાનું કહેતાં ગભરાઈ જઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલિસ ફરિયાદ કરી

યુવતીએ પોલિસ ફરિયાદમાં જણાવ્યું છે કે જ્યારે તે બુરખો પહેરવા ના પાડે તો મારતો પણ હતો. એટલું જ નહીં મુસ્લિમ હોવાની વાત કોઈને ન કરવા ધમકી આપી હતી. પોલીસ ફરિયાદમાં પીડિત યુવતીએ જણાવ્યું છે કે યુવતીના ત્રણ સંબંધીઓ પાસે અખ્તરે રેલવેમાં નોકરી અપાવવાના બહાને રૂ.13.60 લાખ પડાવ્યાં હતાં.

આ પણ વાંચોઃ SRP જવાને પોતાનો ધર્મ છુપાવી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચોઃ First Case Of Love Jihad In Rajkot : ધોરાજી તાલુકામાં લવ જેહાદનો આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયો

Last Updated : Aug 13, 2021, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.