ETV Bharat / city

હવે આ જ બાકી હતું...મરણના દાખલા મેળવવા માટે પણ લાંબી કતારો..! - surat corona case

કોરોનાની મહામારીમાં લોકો ટેસ્ટીંગ માટે, ઇન્જેક્શન માટે, અંતિમ વિધિ માટે, દર્દીઓને ભોજન પહોંચાડવા માટે અને હવે મરણના દાખલા માટે લાઈનમાં ઉભા રહે છે. મરણના દાખલા માટે હવે સુરતની ઝોન ઓફીસ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને 2થી 3 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ તેઓ સ્વજનોના મરણ દાખલા મેળવી રહ્યા છે. લોકોની મરણ દાખલા માટેની લાંબી કતારો સુરતની સ્થતિ અને કોરોનાના કહેરનો ચિતાર આપી રહી છે.

મરણના દાખલા માટે સુરતની ઝોન ઓફિસની બહાર લાગી લાંબી કતારો

author img

By

Published : Apr 28, 2021, 11:11 AM IST

  • સ્મશાનમાં અંતિમ વિધિ બાદ હવે મરણ દાખલા માટે પણ લાગી લાઇન
  • મૃત્યુ પામેલા સ્વજનોના મરણ દાખલા મેળવવા 2થી 3 કલાક ઉભુ રહેવું પડે છે
  • મરણ દાખલો ઘણી બધી કાયદાકીય પ્રવુતિઓ માટે ખુબ જ જરૂરી હોય છે

સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં હવે લોકોની લાંબી કતારો સિવાય કશું જ જોવા મળતું નથી. લોકડાઉનથી શરુ થયેલી લોકોની લાંબી કતારો આજે પણ યથાવત છે. લોકડાઉન વખતે પોતાના વતન જવા શ્રમિકો લાંબી કતારો લગાવતા હતા. ત્યારબાદ લોકો કોરોનાના ટેસ્ટીંગ કરાવવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેતા હતા, બાદમાં ઇન્જેક્શન મેળવવા સવારથી લાંબી કતારોમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે લાંબી કતારો જોવા મળી હતી અને સ્વજનોની અંતિમ વિધિ માટે પણ લોકો લાંબી કતારોમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ વડોદરા મનપામાં જન્મ મરણ વિભાગમાં લોકોની લાગી કતાર, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન

સ્વજનોના મરણ દાખલા માટે પણ લોકોને લાઇનમાં ઉભુ રહેવું પડે છે

કોરોનાની મહામારીમાં સ્વજનોના મરણ દાખલા માટે પણ લોકો લાઈનમાં ઉભા રહે છે. સુરત શહેરમાં મૃત્યુ પામેલા લોકોના મરણ દાખલા માટે ઝોન ઓફિસ બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. 2થી 3 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ લોકો તેઓના મૃત્યુ પામેલા સ્વજનોના મરણ દાખલા મેળવી રહ્યા છે. લોકોની મરણ દાખલા માટેની લાંબી કતારો સુરતની સ્થતિ અને કોરોનાના કહેરનો ચિતાર આપી રહી છે.

મરણના દાખલા માટે સુરતની ઝોન ઓફિસની બહાર લાગી લાંબી કતારો

કાયદાકીય પ્રક્રિયા માટે મરણ દાખલો જરૂરી

ઉલ્લેખનિય છે કે, મરણ દાખલો ઘણી બધી કાયદાકીય પ્રવુતિઓ માટે ખુબ જ જરૂરી હોય છે અને મરણ દાખલા વગર ઘણા અગત્યના કામો અટકી પડે છે. જેથી મૃતકના સ્વજનો મરણ દાખલો કઢાવવા માટે પડાપડી કરી રહ્યા છે.

2 થી 3 કલાક લોકો લાઈનમાં ઉભા રહે છે

મરણ દાખલો કઢાવવા માટે લાઈનમાં ઉભા રહેલા લોકોએ જણાવ્યું હતું કે, અમે મરણ દાખલા માટે અહીં સવારથી લાઈનમાં ઉભા રહ્યા છે. અહીં લોકોની લાંબી કતારો લાગી રહી છે. તડકામાં 2થી 3 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. આ ઉપરાંત અધિકારીઓ પણ દાખલા માટે બીજુ ટેબલ ચાલુ કરતા નથી જેના કારણે ના છુટકે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે.

આ પણ વાંચોઃ સ્મશાન બાદ હવે મરણનો દાખલો કઢાવવા માટે પણ લાગી લાંબી લાઇનો

સુરતની સ્થતિ અને કોરોનાના કહેરનો ચિતાર આપી રહી

સુરત શહેરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ તંત્ર સબ સલામતીના બંગણા ફૂકી રહ્યું છે. આ ઉપરાંત સરકારી ચોપડે રોજના 20થી 25 જ લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા હોવાનું દર્શાવવામાં આવે છે. તો બીજી તરફ તંત્ર પર આંકડા છુપાવતા હોવાના આક્ષેપો પણ થઇ રહ્યા છે. ત્યારે લોકોની મરણ દાખલા માટેની આ લાંબી કતારો સુરતની સ્થતિ અને કોરોનાના કહેરનો ચિતાર આપી રહી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.