ETV Bharat / city

સુરત: જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે આવેલી ટોળકીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા

સુરતની લિંબાયત પોલીસે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે આવેલી ટોળકીને છરા, મરચાની ભુકી અને પાઇપ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા માટે આવેલી ટોળકીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા

author img

By

Published : Dec 27, 2020, 12:03 PM IST

  • લિંબાયત પોલીસે આરડીનગર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી
  • રીક્ષાની તપાસ કરતા તેમાંથી બે છરા, ત્રણ પડીકીમાં મરચાંની ભુકી, બે પાઈપ મળી આવ્યા

સુરત: લિંબાયત પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા માટે ભેસ્તાન અને ઉનથી રિક્ષામાં ટોળકી આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે આરડીનગર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી હતી. ત્યાં રિક્ષામાં ટોળકી આવતા પોલીસે તેમને પકડી લીધા હતા. પોલીસે રીક્ષાની તપાસ કરતા તેમાંથી બે છરા, ત્રણ પડીકીમાં મરચાંની ભુકી, બે પાઈપ મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આ તમામે પોતાનું નામ આરિફ ઉર્ફ ચા-પાવ ઇકબાલ ખાન પઠાણ, શાકીર ઉર્ફ સરકીટ રફીક શેખ, અશરફ ચાંદખાન પઠાણ, જાકિર ઉર્ફ રાધુ ફકિર મોહમદ પઠાણ અને મોહમદ ઇમરાન ઉર્ફ મામુ મોહમદ ઇકબાલ હિંગદોરા છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ રિક્ષામાં પેસેન્જરોને બેસાડતા હતા.

જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો

આ ટોળકી પેસેન્જરોને આગળ-પાછળ ખસવાનું કહીને નજર ચુકવીને તેમનો સામાન ચોરી લેતા હતા. પરંતુ તેમાં વધારે રૂપિયા નથી મળતા તેથી જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. જેથી પોલીસ શહેરમાં અત્યાર સુધીમાં થયેલી ધાડ અને લૂંટની ઘટનાઓમાં પણ આ જ ગેંગની સામેલગીરી છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.