સુરત: શહેરના ગ્રામ્ય વિસ્તારમાં(Rural area of Surat) LCBની ટીમે(LCB team) બિશ્નોઈ ગેંગના(Car theft gang ) સાગરિતો કાર લઈ ગોવામાં ચોરીની ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા હતા,ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઉંભેળ નજીકથી ઝડપી લીધા. વાહન ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલાં પોલીસે બિશ્નોઈ ગેંગના સાગરીતોને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ડીસા ઉત્તર પોલીસને ચોરીના ગુનામાં મોટી સફળતા, પોલીસે ચોરી કરતી ગેંગ ઝડપી
LCBની ટીમે અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવી - સુરત ગ્રામ્ય LCB ટીમના માણસો પેટ્રોલીંગમાં(LCB team patrolling) હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી. બિશ્નોઈ ગેંગના સાગરિતો એક ક્રેટા કારમાં છે. તેઓ ગોવામાં વાહન ચોરી કરવા જઈ રહ્યા છે. એ ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે અલગ અલગ જગ્યાએ વોચ(LCB team set the watch) ગોઠવી દીધી હતી.
કાર ચોરી કરી રાજસ્થાન લઈ ગયા હતા - કામરેજના ઉંભેળમાં(Umbel area of Kamaraj) પસાર થતા નેશનલ હાઇવે 48 પર બાતમી વાળી કાર આવતા પોલીસે કારને રોકી ચેક કરતા તેમાંથી બિશ્નોઈ ગેંગના 4 સાગરીતો મળી આવ્યા હતા તેઓ વિરુદ્ધ ગોવાના પોરવોરીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી(Goa Porvorim Police Station) કાર ચોરી કરી રાજસ્થાન લઈ ગયા હતા. ફરી એકવાર મુખ્ય આરોપી એ ચોરીનો પ્લાન ઘડી હોવા ભેગા થવાનું જણાવ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ ચાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
પોલીસે વાહન ચોરી કરવાના સાધનો કબજે કર્યા - પોલીસે કારની તલાશી લેતા કારમાંથી કાર ચોરી કરવા માટેની અલગ અલગ સાધન સામગ્રી મળી આવી હતી. જેમાં પાંચ અલગ અલગ ચાવીઓ, કાચ તોડવાનું મશીન, કેબલ વાયર મળી આવ્યા હતા. હાલ પોલીસે કાર સહિતનો 10,90,210 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓના નામ અરવિંદકુમાર ગંગારામ બિશ્નોઈ, રામજીવન કિશનારામ બિશ્નોઈ, શ્રવણકુમાર લાધુરામ બિશ્નોઈ, ક્રિષ્નકુમાર ઉદારાણ માલી.