- લેસ પટ્ટીના કારખાનેદારે કરી આત્મહત્યા
- છતના હૂક સાથે લેસ પટ્ટી બાંધી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી
- ઉધના પોલીસ સહિત પરિવારના લોકો દોડી આવ્યા
સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતો મૂળ મહારાષ્ટ્રનો વતની 22 વર્ષીય મહેશ જાદવ ઉધના સોનલ ઇન્ડસ્ટ્રી ખાતે લેસ પટ્ટીનો વેપાર કરે છે. આજે ગુરુવારે સવારે મહેશભાઈએ પોતાના લેસ પટ્ટીના કારખાનામાં છતના હૂક સાથે લેસ પટ્ટી બાંધી ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
આત્મહત્યાનું કારણ અકબંધ
મળતી વિગત મુજબ નજીકમાં આવેલા કારખાનેદારની નજર પડતાં ઉધના પોલીસ સહિત પરિવારને જાણ કરી હતી. જેથી પરિવાર લોકો સહિત ઉધના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મહેશ જાદવ ઉધના મહાદેનનગર ખાતે માતાપિતા અને એક ભાઈ સાથે રહેતો હતો. મહેશ અપરણિત હતો. આજે ગુરુવારે તેમણે પોતાના કારખાનામાં લેસ પટ્ટીથી છતના હૂકમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. મહેશ જાધવે શું કામ આત્મહત્યા કરી છે એનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ ઉધના પોલીસે આપઘાતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે.