સુરત પાંડેસરા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કિશોરી પર ચપ્પુ વડે હુમલો ( Knife Attack on Minor Girl in Surat )કર્યો હતો. જેમાં કિશોરીએ મોઢું ફેરવી લેતા તેને ગાલના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી અને અંદાજીત 17 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી પીછો કરી છેડતી કરતો હતો અને પોતાની સાથે સબંધ રાખવા દબાણ કરતો હતો.આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ ( Complaint filed at Pandesara Police Station ) નોંધાઈ છે. આરોપી ફરાર ( Accused absconding ) છે જેને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ ( Grishma Murder Case ) જેવી ઘટના બનતાં રહી ગઇ છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કિશોરી પર ચપ્પુ વડે હુમલો ( Knife Attack on Minor Girl in Surat )કરી દીધો હતો. જેમાં તેના ગાલ પર ઈજા થતા 17 જેટલા ટાકા લેવા પડ્યા હતા. ઘટના કઈક એમ છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરિવાર રહે છે. તેઓની સગીર દીકરી પર પાંડેસરા વિસ્તારમાં રહેતા કિરણ ઉર્ફે કાલુએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જો કે દીકરીએ તે સમયે મોઢું ફેરવી લેતા ચપ્પુ ગાલ પર વાગ્યું હતું. જેથી તેને અંદાજીત 17 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. વધુમાં આરોપી કિરણ ઉર્ફે કાલુ ( Offense against accused Kiran alias Kalu ) છેલ્લા ત્રણ મહિનાથી કિશોરીનો પીછો કરી તેની સાથે પ્રેમ સબંધ રાખવાનું કહી છેડતી કરી હેરાન પરેશાન કરતો હતો.
કિશોરીના જમણા ગાલ પર ઘા વાગ્યો દરમ્યાન આરોપી કિશોરીની સોસાયટીમાં પહોચી ગયો હતો અને કિશોરીને રોકી તારો કોઈ સાથે પ્રેમ સબંધ છે તેવું પૂછ્યું હતું. જો કે કિશોરીએ મારો કોઈ સાથે પ્રેમ સબંધ નથી તેમ કહ્યું હતું અને બાદમાં કિરણ ઉર્ફે કાલુ ( Offense against accused Kiran alias Kalu ) એ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી કિશોરી પર હુમલો કર્યો ( Knife Attack on Minor Girl in Surat ) હતો. જેમાં કિશોરીના જમણા ગાલ પર ઘા વાગ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. કિશોરીને હોસ્પિટલ ખસેડતા તેને અંદાજીત ગાલ પર 17 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. આ બનાવ બાદ કિશોરીના પરિવારજનોએ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ ( Complaint filed at Pandesara Police Station ) નોંધાવી છે. જેમાં પાંડેસરા પોલીસે આરોપી કિરણ ઉર્ફે કાલુ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.