સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત પ્રવાસે (PM Modi Gujarat Visit) આવશે. ત્યારે આ વખતે રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થાય તેવી શક્યતા છે. કારણ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ભાજપમાં (Patidar Leader Alpesh Kathiriya) જોડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જોકે, કથીરિયાની ભાજપમાં જોડાવવા અંગે ચાલી રહેલી ચર્ચામાં સમગ્ર દારોમદાર પાટીદાર સમાજના અગ્રણી નરશ પટેલ પર રહેશે. સાથે જ અહીં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ (Khodaldham Trust Chairman Naresh Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક (PM Narendra Modi) કરે તેવી શક્યતા પણ છે.
સત્તાવાર માહિતી નથી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ (Patidar Leader Alpesh Kathiriya) આ અંગે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત (PM Modi Gujarat Visit) અંગે અત્યાર સુધી સત્તાવાર માહિતી નથી. અમારી 2 માગણીઓ છે અને સરકાર શું સ્ટેન્ડ લે છે એ અમે જોઈ રહ્યા છે. સાથે જ આગામી દિવસોમાં નરેશ પટેલ (Khodaldham Trust Chairman Naresh Patel) સહિત જે પણ પાટીદાર સમાજના આગેવાનો છે. તે જે નિર્ણય અથવા તો જે પણ માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું.
કોર્ટના ઑર્ડર ઓફ પારિત થઈ જવા જોઈએ તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ ઘણી બધી જાહેરાતો થઈ છે, પરંતુ આ વખતે અમે પરિણામલક્ષી રિઝલ્ટ માગી રહ્યા છે. પ્રથમ તો કેસો પરત ખેંચાવા અંગેની પ્રક્રિયા થવી જોઈએ. જ્યારે કોર્ટના ઓર્ડર ઑફ પારિત થઈ જવા જોઈએ માત્ર જાહેરાતોથી કામ ચાલશે નહીં.
રાજકારણમાં આવા શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના કથિત વીડિયો અંગે કથીરિયાએ (Patidar Leader Alpesh Kathiriya) પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજકારણમાં આવા શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ. ભાજપના પ્રવક્તાઓ દ્વારા સત્તાવાર રીતે જે વિડીયો બહાર પાડવામાં આવ્યા છે તે ઘણા જૂના છે અને જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આવા કાવા દાવા થતા હોય છે.