સુરત સુરતમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મોટી માગણી Karni Sena demand કરવામાં આવી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી Karni Sena National President Sukhdev Singh Gogamedi દ્વારા ગુજરાત વિધાનસભાની ટિકીટને લઈ જાહેરાત કરી છે કે ગુજરાતમાં રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન બતાવાશે.
30 ટકા સાથે 55 સીટની માગણી તેમણે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 30 ટકા સાથે 55 સીટની માગણી Karni Sena demand કરી છે. કરણી સેનાને જે રાજકીય પક્ષ ટિકીટ આપશે તેમને જ ક્ષત્રિય રાજપૂત કરણી સેના જીતાડવામાં મદદ કરશે. કરણી સેના હવે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ અને શક્તિ પ્રદર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણે કાર્યક્રમો કરશે. આવતી કાલે સુરતમાં ગોડાદરાથી પર્વત પાટિયા સુધી મહારેલીનું આયોજન કર્યું છે. ત્યારબાદ મહાસંમેલન સાથે શક્તિ પ્રદર્શન બતાવશે.
આ પણ વાંચો કરણી સેનાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - નુપૂર શર્માને કંઈ થયું તો....
ટિકિટો નહીં મળે તો અપક્ષમાં ઉમેદવારી કરાશે સુખદેવસિંહ ગોગામેડીએ Karni Sena National President Sukhdev Singh Gogamedi કહ્યું હતું કે જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે ત્યાં ત્યાં સરપંચથી લઈને સાંસદ સુધી પ્રતિનિધિત્વ જોઈશે. ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી સમાજના પ્રભુત્વવાળા વિધાનસભાઓમાં સમાજને ઉમેદવારી આપશે એમની સાથે સમાજ જોડાશે અને ઉમેદવારોની વિજય બનાવશે. ટિકિટો નહીં મળે તો પણ સમાજના ઉમેદવારોને અપક્ષમાં ઉમેદવારી અપાવી વિજયી બનાવીશું. સુરતની સાથે સાથે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ક્ષત્રિય એકતા મહારેલીનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો વિધાનસભા 2022 ચૂંટણી પહેલા કરણી સેના કરશે મહા સંમેલન, સમાજની તાકાત બતાવવાનો મુખ્ય ઉદ્દેશ
આપી ચીમકી અખંડ ભારતના નિર્માણમાં રજવાડાંઓનું વિલીનીકરણ યાદ કરાવતાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે Karni Sena National President Sukhdev Singh Gogamedi પોતાનો હક આગળ કરતાં કહ્યું કે અમારા સમાજને હાંસિયામાં ધકેલી દેવાયો છે. હવે અમારી એકતા જ અમને રજવાડા પાછા અપાવી શકે છે. લોકતંત્ર અને લોકશાહીમાં રજવાડા પાછા મેળવવા સુધાવી પ્રક્રિયાથી સમાજને પસાર થવું પડશે અને 30 ટકા સુધીની દાવેદારી Karni Sena demand નોંધાવીશું અને લડીશું. અમે પ્રતિનિત્વના હકદાર છીએ અને ન્યાય અને અધિકાર મેળવીને જંપીશું. એકતા યાત્રા અને ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરી માથાંઓ ગણાવી રોટી વ્યવહાર કરાવી સમાજમાં પડેલા ફાંટો દૂર કરી ભાઈઓની ટાંગ ખેંચવાનું બંધ કરી સમાજને શક્તિશાળી બનાવવાનું કાર્ય પ્રગતિ પર અને યુદ્ધસ્તરે કરી રહ્યાં છીએ. દરેક ક્ષેત્રમાં સમાજનું સર્વાંગી વિકાસ એ જ ધ્યેય છે.