ETV Bharat / city

કામરેજના ઘલુડીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: પોલીસે કિશોર સહિત ત્રણને ઝડપી પાડ્યા - Police

કામરેજ તાલુકાના ઘલુડી ગામ નજીકથી એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પરિવારજનો વ્યક્ત કરેલી શંકાને આધારે કામરેજ પોલીસે એક કિશોર સહિત 3ની અટકાયત કરી છે.

police
કામરેજના ઘલુડીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: પોલીસે કિશોર સહિત ત્રણને ઝડપી પાડ્યા
author img

By

Published : May 22, 2021, 12:15 PM IST

  • 19મીએ ઘલુડી નજીકથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી
  • પોલીસે ચાર શકમંદ સામે નોંધી હતી ફરિયાદ
  • મૃતક પણ હત્યાના ગુનામાં જેલ જઈ આવ્યો હતો

બારડોલી : 19 મેના રોજ સાંજના સમયે ઘલુડીથી વેલંજા જતા રોડ પર મયુરભાઈના ખેતર પાસેથી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ઝરામોરા વાડીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વલભીરપુર તાલુકાના મોણપર ગામના ભરતસિંહ સુરસંગભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમની કોઈ અજાણ્યા ઈસમોએ ગળું કાપી હત્યા કરી હોવાની હકીકત સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં હીરાના કારખાનામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

કામરેજ પોલીસે ત્રણની અટકાયત કરી

પરિવારજનોએ આ મામલે ભાવનગર જિલ્લાના મોણપર ગામના ચાર શખ્સો સામે શંકા વ્યક્ત કરી પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે નવસારીથી બોઘા લક્ષ્મણ અલગોતર જ્યારે સુરતના સચિન થી સુજાઉદ્દીન ઉર્ફે રાજા અબ્દુલ કલામ ઉદ્દીન અને એક કિશોરની અટક કરી હતી. પોલીસે તેમની પાસેથી એક સ્ટીલનો રોડ અને બે ચપ્પુ કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.