સુરત : રાજ્યમાં અવારનવાર પેટ્રોલ પંપ પર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક પેટ્રોલ પંપ પર ગાડીઓ સળગતી દેખાય છે. તો ક્યારેક લૂંટફાટના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે સુરતના કામરેજ વિસ્તારના ચાર રસ્તા પાસે એક પેટ્રોલ પંપ પર કાર ચાલક પેટ્રોલ (Robbery Petrol Pump in Kamaraj) ભરાવી રફુચક્કર થઈ જતાં પંપ પર સનસનાટી ફેલાઈ હતી. આ દ્રશ્ય CCTV કેમેરા પણ કેદ થયા છે. આ ઘટનાને લઈને પોલીસને પણ જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : બે પેટ્રોલ પંપ માંથી ચોરોએ આવી રીતે કરી ચોરી, જૂઓ વીડિયો...
પેટ્રોલ ભરાવી ફરાર - કામરેજ વિસ્તારમાં કાર ચાલકે પેટ્રોલ ભરાવી પૈસા ચૂકવ્યા વગર તાત્કાલિક ફરાર થયો હતો. કાર ચાલકે ભારત (Driver Absconded After Filling Petrol in Surat) પેટ્રોલ પંપ પર 3770નું પેટ્રોલ ભરાવ્યું હતું. પેટ્રોલ પંપ (Petrol Pump Robber in Surat) પર બનેલી સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. પેટ્રોલ ભરાવી કાર ચાલકે કહ્યું કે થોડી આગળ લઈ જાવ છું આમ, કહી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Robbery In Bharuch : સીસીટીવીમાં કેદ રિવોલ્વરની અણીએ લૂંટની ઘટના
ક્યારે ઘટના બની - સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તા પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ પર ગુરુવારના મળસ્કે સ્વિફ્ટ કાર ચાલક પેટ્રોલ ભરાવવા આવ્યો હતો. પોતાના કબજાની કારમાં 3770 રૂપિયાનું પેટ્રોલ ભરાવી કાર થોડી આગળ લઈ જાવ છું નું કહી રૂપિયા ચૂકવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો. પેટ્રોલ પંપના મેનેજર દ્વારા સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે. કામરેજ પોલીસે CCTV વિડિયોના (Crime Case in Surat) આધારે તપાસ હાથ ધરી છે.