સુરત ભગવાન કૃષ્ણના જન્મનું પર્વ એટલે શ્રાવણ વદ આઠમ. આ પર્વની રાહ તેમના ભક્તો આખા વર્ષ દરમિયાન જોતા હોય છે. પોતાના મહાપ્રભુના આ પર્વ માટે હવે ગણતરીના કલાકો બાકી છે. રાત્રે બાર વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ બાળ રૂપને હીચકામાં ઝૂલાવી તેમને ખુશ કરવાનો પ્રયત્ન ભક્તો કરતા હોય છે. આ અવસર માટે સુરતમાં હરિભક્તોમાં 50 ગ્રામ થી લઈને પાંચ કિલો સુધીના ચાંદીના પારણાની ડિમાન્ડ જોવા મળી રહી છે.
સાડા કિલો ચાંદીના વજનનું પારણું ચાંદીના ભાવમાં ઘટાડો થતાં આ વખતે ભગવાન કૃષ્ણ ચાંદીના પારણાંમાં જોવા મળશે. આઠમના પર્વને ધ્યાનમાં રાખી સુરતના એક વેપારી દ્વારા સાડા ચાર કિલો ચાંદીમાં બે ફૂટ પહોળું અને બે ફૂટ લાંબુ પારણું બનાવાયું છે. સુરતના જ્વેલર્સે દ્વારા આ પારણાંની ખાસ ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી છે જેમાં મોર અને પરંપરાગત ચિહ્નો જોવા મળે છે. સાડા ચાર કિલોનો આ ચાંદીમાં તૈયાર હોવાના કારણે ખૂબ જ આકર્ષિત લાગે છે.. સુરતમાં 50 ગ્રામથી લઈને પાંચ કિલો ચાંદીમાં બાલગોપાલ માટે પારણાં તૈયાર કરવામાં આવી રહ્યા છે અને લોકો હાલ ચાંદીના ભાવ ઓછો થતાં બાલગોપાલ માટે આ ખરીદી રહ્યા છે.
આ પણ વાંચો જન્માષ્ટમી પર બાળગોપાળ આ 5 કિલો ચાંદીના પારણાંમાં ઝૂલશે, આપવામાં આવ્યો છે રજવાડી લૂક
ચાંદીના ભાવમાં ઘટાડો સુરતમાં હાલ ચાંદીના પારણાની ડિમાન્ડ છે અહીં 4000 થી લઈને 5,00,000 રૂપિયા સુધીના ચાંદીના પારણાં લોકો બનાવવા માટે ઓર્ડર આપી રહ્યા છે.ભગવાનને ખુશ કરવાની સાથોસાથ ભક્તો ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ખરીદી રહ્યાં છે.
જ્વેલર્સ દીપક ચોક્સીએ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ અંગે ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહિત હોય છે. આ વખતે ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ચાંદીના દાગીનાની ડિમાન્ડ જોવા મળી રહી છે આ જ કારણ છે કે પાંચસો રૂપિયાથી લઈને સવા પાંચ લાખ રૂપિયા સુધીના પારણાની ડિમાન્ડ છે.
આ પણ વાંચો રાધા કૃષ્ણ પહેરશે 100 કરોડના વાઘા, જાણો કયાં થશે ભવ્ય ઉજવણી
ઇન્વેસ્ટમેન્ટ માટે પણ લઇ રહ્યાં છે હાલ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બે વર્ષ પહેલાં ચાંદીની કિંમત 80 હજાર પ્રતિ કિલો સુધી પહોંચી હતી. અને ત્યારબાદ કિંમતમાં ઘટાડો 60 હજાર સુધી છે. ચાંદીના ભાવમાં આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. જેના કારણે હાલ ભાવ ઘટતાં લોકો ભગવાન માટે પારણા ખરીદી રહ્યાં છે જેને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો જોઈ રહ્યાં છે. Janmashtami 2022 in Surat silver cradle for lord krishna silver jhula krishna price chandi ka jhula Shravan 2022