- શ્વાન 5 કિલોમીટર સુધી સ્મશાન ભૂમિ સુધી પાલખીની સાથે ચાલ્યો
- સાધ્વીજીની અંતિમવિધિ સુધી તે ત્યાં જ હાજર રહ્યો
- પાલખી યાત્રામાંથી તેને દુર કરાતા તે પરત જોડાઈ ગયો હતો
સુરત: વેસુ વિસ્તારમાં જૈન સંપ્રદાયના 100 વર્ષના સાધ્વીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. આ બાદ, તેમની પાલખી યાત્રા દરમિયાન એક શ્વાન 5 કિલોમીટર સ્મશાન ભૂમિ સુધી પાલખીની સાથે ચાલ્યો હતો. આ ઉપરાંત, સાધ્વીજીની અંતિમવિધિ સુધી તે ત્યાં જ હાજર રહ્યો હતો.
આ પણ વાંચો: ભરૂચમાં મન મૈત્રી સેવા ફાઉન્ડેશને 27 શ્વાન દત્તક લીધા
પાલખીયાત્રામાં હાજર લોકોએ શ્વાનને દુર કર્યો
100 વર્ષના પીયુષ વર્ષા સાધ્વી મહારાજ સુરતના વેસુ વિસ્તારમાં કાળધર્મ પામ્યા હતા. વેસુ વિસ્તારમાં રહેતા શાધવી પીયુષ વર્ષા આ શ્વાનને ભોજન, પાણી આપવાની સાથે કરુણાભાવ અને પ્રેમ ભાવ રાખતા હતા. જયારે, કાળધર્મ પામેલા સાધ્વીજી મહારાજની પાલખી કાઢવામાં આવી ત્યારે જ ત્યાં હાજર શ્વાન પાલીખીની સાથે સાથે બરોબર પાલખીની નીચે ચાલવા લાગ્યો હતો. થોડીવાર બધાને લાગ્યું કે બધા ભેગા ચાલી રહ્યા છે એટલે શ્વાન પણ જોડે ચાલે છે. પાલખીયાત્રામાં હાજર લોકોએ તેને દુર પણ કર્યો હતો. પરંતુ, પરત તે પાછો પાલખી યાત્રામાં જોડાઈ ગયો હતો.
આ પણ વાંચો: અહીં આ પરિવાર સાથે તેનો પાળતુ શ્વાન પણ ક્વોરન્ટાઇન હેઠળ
શ્વાન પાલખી સાથે 5 કિલોમીટર સુધી ચાલ્યો
શ્વાન પાલખી સાથે 5 કિલોમીટર સુધી ચાલ્યો હતો. જયારે, મહાત્માને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે પણ એ ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો હતો. ત્યાં, હાજર લોકોએ આ શ્વાન પરત કેવી રીતે જશે તેની ચિતા કરી હતી અને બાદમાં શ્વાનને ગાડીમાં બેસાડ્યો હતો. આ બાદ, વેસુ વિસ્તારમાં પરત છોડી મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ શ્વાનના પુણ્યને ભાગ્યશાળી ગણાવી રહ્યા હતા.