- રાજ્ય અને શહેરોમાં ધીરે-ધીરે કોરોનાના કેસમાં ખુબ જ ઘટાડો થયો
- સેવાઓ તથા ચીજ-વસ્તુઓ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી
- કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજીયાત છે
સુરત: રાજ્ય અને શહેરોમાં ધીરે-ધીરે કોરોના (Corona) ના કેસમાં ખુબ જ ઘટાડો થયો છે. તો ધીરે-ધીરે રાજ્ય સરકાર દ્વારા બધી જ સેવાઓ તથા ચીજ-વસ્તુઓ રાજ્ય સરકાર દ્વારા છૂટ-છાટ આપવામાં આવી છે. તો હવે એ જ રીતે સુરત શહેરમાં પણ લોકો બહાર નીકળી રહ્યા છે. તો હવે એમ પણ જોવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ ડિસટન્સ અને માસ્ક ફરજીયાત છે. સુરતમાં આજે શહેરના લોકો પણ એક બાજુ ડુમસ દરિયા કિનારે અર્ધું સુરત ઉમટી પડ્યું. તો મોડી સાંજે શહેરના પોસ વિસ્તારોમાં ખુબ જ ભીડ જોવામાં આવી હતી. જેને કારણે શહેરમાં કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી. આ જોતા એમ લાગી રહ્યું હતુ કે, સુરતીઓ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.
શહેરના રેસ્ટોરન્ટ, હોટલ, ફૂટપાથ અને રસ્તાઓ પર લોકો ઉમટીયા
સુરતમાં આજે શહેરના લોકોએ એક બાજુ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. કોરોના (Corona) ની ત્રીજી લહેરનો સંકેત આપતાં જોવા મળ્યા હતા. તો અમુક રેસ્ટોરન્ટ, અને હોટલમાં બેસવા દેવામાં આવતુ ન હતુ. ત્યારે પાર્સલની સુવિધા રાખવામાં આવી હતી. રસ્તે ચાલતી લારીઓ પર પણ સોશિયલ ડિસટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. જેના કારણે લોકો કોરોના ભૂલ્યા હોય એમ લાગી રહ્યું હતુ.
આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ - કચ્છના માંડવી બીચ પર લોકોનું ઘોડાપૂર, હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
રવિવાર હોવાથી ખુબ જ ભીડ જોવા મળે છે
એક રેસ્ટોરન્ટ-કેફે માલિકી દ્વારા કહેવામાં આવ્યું કે, કસ્ટમર્સને ખૂબ સારી સુવિધા આપીએ છીએ. રાજ્ય સરકારની ગાઇડલાઇનનું પાલન કરીએ છીએ. આજે રવિવાર હોવાથી ખુબ જ ભીડ જોવા મળે છે. તથા રવિવારના દિવસે સવારથી જ લોકો આવે તેમજ જતા રહે છે. આખો દિવસ બાદ સાંજે ખુબ જ ભીડ જામે છે. ટેબલ-ખુરસીઓ સૅનેટાઇઝ કરવામાં આવે છે.પરંતુ ત્રીજી લહેર આવે તે પેહલા જ અમે સતર્ક છીએ.
આ પણ વાંચો: કોરોના માટે જવાબદાર કોણ ? તમે હું કે પછી સરકાર
કોરોના બાદ બહાર નીકળવાનું ખુબ જ ઓછું થઇ ગયું
રેસ્ટોરન્ટના કસ્ટમર્સને દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, પહેલા અમે દર રવિવારે બહાર નીકળતા હતા. અને કોરોના બાદ બહાર નીકળવાનું ખુબ જ ઓછું થઇ ગયું છે. આજે નીકળ્યા છીએ તો અમે હાલ જ્યાં છીએ ત્યાં અમને સેફ લાગી રહ્યું છે. અહીં હેન્ડ સૅનેટાઇઝ કરવામાં આવે છે અને મોં પર માસ્ક વિના એન્ટ્રી નથી.