ETV Bharat / city

Interstate Fraudster Caught : મહાનુભાવોના નામે વેપારીઓને ફોન કરી ઠગાઈ કરતો રાજસ્થાનનો મહાઠગ ઝડપાયો - સુરત ક્રાઈમ 2022

વેપારીઓને ફોન કરી તેઓ સાથે ઠગાઈ કરતા રાજસ્થાનના મહાઠગને સુરત ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી દસ વર્ષથી રાજસ્થાન જુદા જુદા જિલ્લાઓમાં ઠગાઇના 60 ગુનામાં (Interstate Fraudster Caught ) ઝડપાઇ ચુક્યો છે.

Interstate Fraudster Caught : મહાનુભાવોના નામે વેપારીઓને ફોન કરી ઠગાઈ કરતો રાજસ્થાનનો મહાઠગ ઝડપાયો

author img

By

Published : Feb 25, 2022, 9:53 PM IST

સુરત:પરિચિત વ્યક્તિઓના નામે વેપારીઓને ફોન કરી તેઓ સાથે ઠગાઈ કરતા રાજસ્થાનના મહાઠગને ((Interstate Fraudster Caught ) ) ડીસીબી પોલીસે (Surat DCB Police) ઝડપી પાડ્યો હતો. આરોપી દસ વર્ષથી પોતે ઠગાઈ કરે છે અને તે રાજસ્થાનcex (Rajasthani Thug Caught) જુદા જુદા જિલ્લાઓમાં ઠગાઇના 60 ગુનામાં ઝડપાઇ ચુક્યો છે.

આરોપી મહાનુભાવોના નામે ઠગાઈ આચરતો હતો

આ રીતે પકડાઇ ગયો ઠગ

સુરતના જવેલર્સ દીપકભાઈ ચોક્સીને અજાણ્યા નબરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે રાજસ્થાન પાલીસે મેં એમ એલ એ બોલ રહા હું, હમ ફેમીલી કે સાથ સુરત આયે હુએ હૈ, ઓર સુરત સે જ્યાદા માત્રા મેં ગોલ્ડ ખરીદના હૈ, હમને હમારે તરીકે સે ઓનલાઈન સર્ચ કિયા તો આપકા નામ મિલા હૈ અને તેમ કહી બીજી વખત ફોન કરી કરીને કહ્યું હતું કે તેમના સબંધીને અમદાવાદ ખાતે દવાખાનાના કામ અર્થે રૂપિયા પાંચ લાખ જોઈએ છે તો તમે મોકલી આપો. અમે સાંજે આવીને હિસાબ સાથે કરી દઈશું અને તમને કોઈનો પણ રેફરેન્સ જોઈતો હોય તો મને કેજો હું તેઓ પાસે રેફરેન્સ અપાવીશ. પરંતુ દીપકભાઈને પોતાની સાથે ઠગાઈ કરવાના ઈરાદે ફોન આવ્યો હોવાની ભનક લાગી ગયી હતી અને તેઓએ આ મામલે પોલીસ કમિશનરને જાણ કરી હતી. આ મામલે કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતાં. આ બનાવમાં ડીસીબી પોલીસ તપાસમાં જોડાઈ હતી અને દીપકભાઈને મળીને સમગ્ર હકીકત જાણી હતી. બાદમાં સુરત રેલવે સ્ટેશન પાસેથી આરોપી (Interstate Fraudster Caught ) સુરેશ ઉર્ફે ભેરીયા ભવરલાલ ધાંચીને [રહે, રાજસ્થાન, પાલી, ધંધો, ડ્રાઈવિંગ] ઝડપી પાડ્યો હતો.

છેલ્લા દસ વર્ષથી ઠગાઈ કરે છે

આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે પોતે છેલ્લા દસ વર્ષથી ઠગાઈ કરે છે. પ્રથમ ગુગલ પરથી રાજસ્થાનના મહાનુભવોનો નબર મેળવી રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં જઈ ત્યાના વેપારીઓના ફોન નંબરો મેળવી તેઓને ફોન કરતો હતો. પ્રથમ મહાનુભાવના નામથી ફોન કરી તેમના સબંધી આવેલા છે અને તેમને તમારી દુકાન પર ખરીદી કરવા આવશે તો તમે જોઈ લેજો અને પછી પોતે બીજા નબરથી ફોન કરતો અને વેપારીને જણાવતો કે પોતે મહાનુભાવના સબંધી છે અને સાંજે દુકાને ખરીદી કરવા આવશે અને બાદ ફરી પોતે વેપારીને ફોન કરી તેના સબંધીને અન્ય બીજા શહેરમાં અરજન્ટ રૂપિયાની જરૂર છે, તેમ કહી આંગડીયા મારફતે વેપારી પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી વેપારીઓ સાથે ઠગાઈ (Interstate Fraudster Caught ) કરતો હતો.

પાલીથી બસમાં દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત આવ્યો હતો

આરોપી રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં 60 ગુનામાં પકડાઈ ચુક્યો છે અને છેલ્લા દસ દિવસ પહેલા જયપુર જેલમાંથી છૂટ્યો છે. તેમજ રાજસ્થાનમાં પણ ઘણા ગુના નોંધાયેલા હોય તેણે ગુજરાતમાં સુરત શહેરના કોઈ જવેલર્સના વેપારી સાથે ઠગાઈ કરવાના ઈરાદે જયપુરથી પાલી, પાલીથી બસમાં દિલ્હી અને દિલ્હીથી પ્લેનમાં સુરત (Interstate Fraudster Caught ) આવ્યો હતો.

આવા પ્રકારની ઠગાઈથી બચી શકાય

સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સુરત શહેરના નાગરિકો તથા જવેલર્સ કે વેપારીઓને જો તમારી સાથે આવા કોઈ પણ ઇસમ કે અજાણ્યા નબરથી ફોન કરી આપને સાથે ઠગાઈ કરવાનો ફોન આવે કે પ્રયત્ન કરે તો સુરત શહેર પોલીસનો તાત્કાલિક સંર્પક કરવા વિનંતી છે. તથા આવા કોઈ પણ અજાણ્યા ઇસમ દ્વારા ફોન કરી ઠગાઈ કરવાની કોશિશ કરે તેની શંકા ઉપજે તો વિડીયો કોલ કરીને પણ ફોન કરનાર ઇસમની ખરાઈ કરવી જેથી આવા પ્રકારની ઠગાઈથી બચી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.