ETV Bharat / city

ઈંદોર શહેર બાદ સુરતને મળ્યું બિરુદ: શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યા અભિનંદન

સ્વચ્છતા સર્વેક્ષણ 2021 હેઠળ કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસ શહેર જાહેર કર્યુ છે. ભારત સરકાર દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. કેન્દ્રની ટિમ દ્વારા શૌચાલયો, રસ્તા, ખુલ્લી જગ્યા અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત 92 જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અભિનંદન આપ્યા છે. મધ્યપ્રદેશના ઈંદોર શહેરને દેશમાં સૌપ્રથમ 'વોટર પ્લસ' નું બિરુદ આપવામાં આવ્યુ હતુ.

ઈંદોર શહેર બાદ સુરતને મળ્યું બિરુદ: શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યા અભિનંદન
ઈંદોર શહેર બાદ સુરતને મળ્યું બિરુદ: શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આપ્યા અભિનંદન
author img

By

Published : Aug 12, 2021, 1:15 PM IST

Updated : Jun 29, 2022, 10:30 AM IST

  • સ્વચ્છ સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં સુરત ઉત્તીર્ણ
  • રાજ્યમાં સૌપ્રથમ સુરત શહેરને મળ્યું 'વોટર પ્લસ' નું બિરુદ
  • મુખ્યપ્રધાન રુપાણીએ સુરતવાસીઓને પાઠવ્યા અભિનંદન
  • દેશમાં સૌપ્રથમ ઈંદૌર શહેરને મળ્યુ હતુ 'વોટર પ્લસ' નું બિરુદ

સુરત : રાજ્યના એક માત્ર શહેરને 'વોટર પ્લસ' નું બિરુદ મળ્યુ છે. સુરત શહેરમાં ગંદા પાણીમાંથી નાણાં ઊભા કરનારી શહેરની સિદ્ધિમાં વધારો થતા રાજ્યનું પ્રથમ એવું શહેર બન્યું છે જેને સ્વચ્છતા સર્વેક્ષણ 2021 અંતર્ગત વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સુરતને વોટર પ્લસ જાહેર કરતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતવાસીઓને ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા.

  • Congratulations Surat!

    Surat is the only city from Gujarat to get SBM Water+ certification under the Swachh Survekshan 2021 by MoHUA, Government of India.

    Thanking once again to all for putting effort and hard work into keeping Surat clean & green. pic.twitter.com/tIVnkrnFh7

    — Vijay Rupani (@vijayrupanibjp) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સ્વચ્છ સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં સુરત ઉત્તીર્ણ

ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2020ની ચકાસણીમાં સુરત ઉત્તીર્ણ થયુ છે. શહેરમાં કેન્દ્રની ટિમ દ્વારા શૌચાલયો, રસ્તા, ખુલ્લી જગ્યા અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત 92 જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં પણ પાલિકાની કામગીરીને બિરદાવવા આવી છે. તમામ પરિક્ષણના અંતે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. શહેરમાં 11 સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 3 ટ્રેસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. ડ્રેનેજ પાણીને ટ્રીટ કરી પાલિકાને વર્ષે રૂ.140 કરોડની આવક થાય છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ પણ ટ્વીટ કરી શહેરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

  • Congratulations Surat! 🎉

    Surat is the only city from Gujarat to get SBM Water+ certification, under the Swachh Survekshan 2021 by MoHUA, Government of India.

    Thanking once again to all for putting effort and hard work in keeping Surat clean & green. pic.twitter.com/d2wfYlVwMq

    — Commissioner SMC (@CommissionerSMC) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સર્વે માટે નક્કી કરવામાં આવ્યા હતા 11 પરિમાણો

સર્વે માટે કેન્દ્ર સરકારે વોટર પ્લસના 11 પેરામીટર નક્કી કરીને કુલ 1800 નંબર નક્કી કર્યા છે. આમાંથી, વોટર પ્લસમાં 700 નંબર છે. ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનું ઇન્દોર, ગુજરાતના સુરત અને અમદાવાદ તેમમ મહારાષ્ટ્રના મુંબઈ સાથે સેવન સ્ટાર રેન્કિંગ માટે સ્પર્ધા રહી હતી.

આ હતા વોટર પ્લસના પ્રોટોકોલ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે શહેરો વોટર પ્લસ રેન્કિંગની શ્રેણી પ્રાપ્ત કરવા માંગતા હતા તેમની વચ્ચે સ્વચ્છતા તેમજ કચરાના પાણીના વ્યવસ્થાપન માટે કઠિન સ્પર્ધા ચાલી રહી છે. વોટર પ્લસ પ્રોટોકોલ હેઠળ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરના રહેણાંક મકાનો અને વાણિજ્યિક સંસ્થાઓમાંથી ગંદા પાણીને પાણીના સ્ત્રોતોમાં છોડતા પહેલા તેની સારવાર માટેના માપદંડ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતના કોસાડ વિસ્તારમાં બનેલા ઈંટના મકાનની ઇન્ટરનેશનલ એવોર્ડ માટે પસંદગી

દેશમા પ્રથમ વોટર પ્લસનું બિરુદ મળ્યુ હતુ ઈંદોર શહેરને

દેશમાં સૌપ્રથમ વોટર પ્લસનુ બિરુદ પ્રાપ્ત કરનારા શહેરની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના ઈંદોર શહેરને દેશમા પ્રથમ વોટર પ્લસનું બિરુદ આપવામાં આવ્યુ છે. ઇન્દોર દેશનું એકમાત્ર શહેર હતું જેને વોટર પ્લસ રેન્કિંગ માટે પસંદ કરવામાં આવ્યું હતુ. હવે ગુજરાતના સુરત શહેર તેમનું હરીફ બન્યુ છે. હવે સુરત શહેરએ પણ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

Last Updated : Jun 29, 2022, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.