ETV Bharat / city

દેશવિદેશના પ્રમુખ મંદિરોમાં બિરાજમાન ભગવાન પહેરે છે સુરતના વસ્ત્રો..!

સુરતમાંથી સાડીઓ અને ડ્રેસ મટીરીયલ દેશના ખૂણેખૂણાંમાં જતા હોય છે અને સુરતનો કાપડ ઉદ્યોગ વિશ્વમાં ઓળખ ધરાવે છે. પરંતુ મોટેભાગના લોકોને ખબર નથી કે સુરતમાં તૈયાર થતાં ભગવાનના વસ્ત્ર દેશના પ્રમુખ મંદિરોમાં તો ખરાં જ, સાથે સાથે વિદેશના મોટા મંદિરોમાં પણ ભગવાન માટે જતાં હોય છે. સુરતના કાપડથી ભગવાનના પરિધાન બનાવવામાં આવે છે. લંડન, કેનેડા, અમેરિકા સહિતના દેશોમાં આવેલા મંદિરોમાં ભગવાનની પ્રતિમાને જે પરિધાન પહેરાવવામાં આવે છે તે સુરતથી મોકલવામાં આવે છે.

ETVBharatGujarat
ETVBharatGujarat
author img

By

Published : Dec 10, 2020, 4:56 PM IST

Updated : Dec 10, 2020, 7:45 PM IST

  • સુરત બની રહ્યું છે ધાર્મિક કાપડ બનાવવાનું હબ
  • ભગવાનના વાઘા બનાવવામાં વપરાય છે કાપડ
  • સસ્તું મળતું હોવાથી દુનિયાભરમાં જાય છે આ કાપડ

સુરતઃ શિરડીના સાંઇબાબા, તિરૂપતિ બાલાજી, પંજાબના ગુરુદ્વારા, વૃંદાવન દેશના તમામ સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણોદેવી માતાને જે પણ પરિધાન અર્પણ કરવામાં આવતું હોય છે તે સુરતથી જાય છે. ધીમે ધીમે સુરત ધાર્મિક કાપડ બનાવવાનો એક હબ બની રહ્યું છે. રીંગરોડ કાપડ માર્કેટમાં અનેક દુકાનોએ હવે ધાર્મિક આયોજનો અને ભગવાનના પરિધાનો રાખવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં વર્ષોથી ધાર્મિક પરિધાનોનો વેપાર કરનાર હરેશ લાલવાણીએ જણાવ્યું હતું કે, દેશભરના મોટા મંદિરો ઉપરાંત વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, ગુરુદ્વારા તેમજ અન્ય ધાર્મિક સ્થળો પર તેમના ત્યાંથી કાપડ જતું હોય છે. વિદેશમાં રહેતા લોકોને આ કાપડ સસ્તું મળી જતું હોય છે જેની કિંમત સો રૂપિયાથી લઇ 300 રૂપિયા મીટર સુધીની હોય છે

જેકાર્ડ મશીનથી બનાવવામાં આવેલા પરિધાન પણ હાલ ડિમાન્ડ

  • જરી અને એમ્બ્રોઇડરી કરાયેલા પરિધાનો વિદેશમાં મોકલાય છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ શિયાળાના સિઝનમાં માર્બલ કાપડના પરિધાન ભગવાન માટે ડિમાન્ડમાં હોય છે. અહીં દરેક પ્રકારના જરી અને એમ્બ્રોઇડરી કરાયેલા પરિધાનો વિદેશમાં મોકલવામાં આવતા હોય છે. ખાસ કરીને કેનેડા,અમેરિકા અને યુ.કે.માં રહેતા ભારતીય મૂળના લોકો આપણા પરિધાન મગાવે છે. અનેક સ્થળે રો મટીરીયલ મોકલવામાં આવે છે. જ્યાં સ્થાનિક કારીગરો જરદોશની કારીગરી કાપડ પર કરે છે.

  • જેકાર્ડ મશીનથી બનાવવામાં આવેલા પરિધાનની પણ હાલ ડિમાન્ડ

અન્ય એક વેપારી રીંકેશ ભાઈએ જણાવ્યું હતું કે, વિદેશોમાં ભારતીય મૂળના લોકો રહે છે. પરંતુ ત્યાં ભગવાન માટે પરિધાન સહેલાઇથી ઉપલબ્ધ થતાં નથી. જેથી તેઓ સુરતનો સંપર્ક કરતા હોય છે. સુરતથી વિદેશોમાં લાખો મીટર કાપડ ભગવાનના પરિધાન અને ધાર્મિક કાર્યક્રમો માટે જતા હોય છે. જેકાર્ડ મશીનથી બનાવવામાં આવેલા પરિધાન પણ હાલ ડિમાન્ડમાં છે.

આ વર્ષે 40થી 45 ટકા વેપાર ઓછો થયો
  • કોરોના કાળમાં 40થી 45 ટકા વેપાર ઓછો થયો

જોકે વેપારીઓએ એમ પણ જણાવ્યું હતું કે, કોરોના કાળના કારણે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે 40થી 45 ટકા વેપાર ઓછો થયો છે. કોરોનાની અસર વેપાર પર સીધી પડી છે. કારણ કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ ઘણા સમયથી બંધ હતી.

Last Updated : Dec 10, 2020, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.