- રાજ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
- સુરતમાં શિક્ષકોને આપવામાં આવ્યું મૃતદેહ ગણતરીનું કામ
- શિક્ષકોએ કર્યો વિરોધ, મનપાએ પરત ખેચ્યું પરિપત્ર
સુરત: આખા ભારતમાં હાલ ફરીથી કોરોના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. તેમ કોરોના કારણકે ઘણા લોકો મૃૃત્યુ પણ થઇ રહ્યા છે. ત્યારે હાલ સુરતમાં આજ પ્રકારની હાલત છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાથી મૃત્યુ આંક વધ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મશાન ગૃહમાં મૃતદેહની ગણતરી કરવા માટે શહેરના નગરપ્રાથમિક શાળાના શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે અને ત્રણ ટાઈમનો સમય આપીને આ જવાબદારી આપવામાં આવી છે. 8-8 કલાકની નોકરી આપવામાં છે, ત્યારે શિક્ષકો પણ એનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : એર લિફ્ટ કરીને 10,000 રેમડેસીવીર ઇન્જેક્શન સુરત પહોંચાડાશે
શિક્ષકોને મૃતદેહની ગણતરી પરિપત્ર પરત લેવામાં આવ્યો
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ સુરતમાં કોરોના મહામારીને કારણકે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે અને હાલ સ્મશાન ગૃહોમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી રહી છે, ત્યારે આ મૃતદેહોની ગણતરી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શાળાના શિક્ષકોને સોંપવામાં આવી હતી જેના કારણે સોમવારે શિક્ષકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આ શિક્ષકોનું પરિપત્ર ફરી પરત લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કોરોના નામનો અજગર 42 લોકોને ભરખી ગયો, જાણો વિવિધ જિલ્લાની પરિસ્થિતિ
મૃતદેહનો ગણતરી SMCના કર્મચારીઓ કરી શકે છે
સુરતમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે નગર પ્રાથમિકના શિક્ષકોને લઈને જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમા જણાવવામાં આવ્યું હતું કે શિક્ષકો મૃતદેહોની ગણતરી કરશે, પણ આ કામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ આ કામ કરી શકે છે, તો શિક્ષકોને કેમ આપવામાં આવી રહી છે. આ વાતનો વિરોધ તથા જ સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા આ પરિપત્ર પરત લેવામાં આવ્યો હતો. જોકે આ જવાબદારી નગરપાલિકાના ત્રણ કલાર્કને આ જવાબદારી સોંપવામાં આવી છે.