સુરત : સુશાંતસિંહ રાજપૂત કેસ બાદ હવે દેશભરમાં પાલઘર સાધુ હત્યાકાંડમાં સીબીઆઈ તપાસની માગણીએ જોર પકડ્યું છે.પાલઘરમા સાધુની હત્યાને 165 દિવસ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થતાં સુરતમા સાધુસમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સમગ્ર ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માગ સાથે બેનરો લઈ વિરોધ નોંધાવ્યો હતો. સુરતના પુણા ગામ ખાતે આવેલ મામાદેવ મંદિર ખાતે સાધુસમાજે એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો તેમ જ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં.
સુરતમાં સાધુ સમાજ દ્વારા પાલઘર સાધુ હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ - પાલઘર સાધુ મર્ડર કેસ
મહિનાઓ વીતી ગયાં છે તેમ છતાં અત્યાર સુધી મહારાષ્ટ્ર પાલઘરમાં થયેલા સાધુઓની નિર્મમ હત્યા પ્રકરણમાં અત્યારસુધી યોગ્ય કાર્યવાહી ન થતાં દેશભરના સાધુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત ખાતે પણ આ રોષની જ્વાળાઓ જોવા મળી રહી છે. આજે સુરતના પુણા ગામ વિસ્તારમાં મામાદેવ મંદિર ખાતે સાધુ સમાજ દ્વારા પાલઘર સાધુ હત્યાકાંડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.