ETV Bharat / city

સુરતમાં પતિએ મારઝૂડ કરી પત્નીને ઘરમાંથી કાઢી મુકી - 2 lakh cash and jewellery of 3 lakh in dowry

સુરતના ડીંડોલી ખાતે નાની બહેનને જ મોટી બહેનનો સંસાર ઘર વેરવિખેર કર્યો છે. 2 સંતાનના પિતાએ સાળી સાથે આંખ મેળ્વ્યા બાદ પત્નીની દહેજની માંગણી સાથે મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી છે.

મહિલા પર વધી રહેલા અત્યાચારો
મહિલા પર વધી રહેલા અત્યાચારો
author img

By

Published : Feb 4, 2021, 10:55 PM IST

  • સાળી જીજાજી અને બહેન સાથે એકજ ઘરમાં રહેવા લાગી હતી
  • જીજાજી સાળી મળી મહિલાને ઘરમાંથી કાઢી મૂકી
  • ફરી આવશે તો તારા હાથ પગ તોડી નાખીશ
    મહિલા પર વધી રહેલા અત્યાચારો
    મહિલા પર વધી રહેલા અત્યાચારો

સુરત : શહેરમાં દિનપ્રતિદિન મહિલા અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સામાં બહેને જ બહેનનો ઘર સંસાર તોડ્યો છે. ડીંડોલી પોલીસ મથકે 30 વર્ષીય મહિલાએ પતિ વિરુદ્બ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ના લગ્ન 2017માં થયા હતા. તે દરમિયાન તેમના પિતા દ્વારા દહેજમાં પતિને 2 લાખ રોકડ અને 3 લાખના દાગીના આપ્યા હતા. 3 વર્ષના લગ્ન જીવનમાં 2 પુત્રો છે. મહિલાને દહેજને લઈ અપશબ્દો બોલી મારજૂડ કરી ત્રાસ આપતો હતો.

સાળી બહેન અને જીજાજી સાથે દમણ ફરવા ગયા હતા
પતિ-પત્નીની લગ્નની પ્રથમ ગાંઠવર્ષ હોવાથી પતિ-પત્ની અને સાળી સાથે દમણ ફરવા ગયા હતા. મહિલાના પતિના સંપર્કમાં સાળી આવી હતી. મહિલાના પતિએ સાળીનો મોબાઈલ નંબર લીધો હતો. મહિલાનો પતિ અને સાળી મોબાઈલ પર વાતચીત કરતા હતા. સાળીને એમ થયું કે, જીજાજી મારી સાથે સાળી તરીકે વાતચીત કરે છે પરંતુ, મહિલાના પતિનો સ્વભાવ બદલાઈ જતા સાળી સાથે હેરાન કરવા લાગ્યો હતો.

નાની બહેન જીજાજી સાથે મળી મોટી બહેનને ત્રાસ આપતી
મહિલાના બીજા પુત્રના જન્મ સમયે બેડ રેસ્ટ લેવાનો હોવાથી મહિલાની નાની બહેન ઘરે આવી હતી. તે દરમિયાન મહિલાના પતિ અને તેની નાની બહેન મહિલા સાથે ઝગડતા હતા. મહિલાનો પતિ અપશબ્દો બોલી મારજૂડ કરી મહિલાને ત્રાસ આપતો હતો. મહિલાને કહેતો હું તારાથી કંટાળી ગયો છું, અને તું મને ગમતી નથી. તું મને છૂટાછેડા આપી દે. તું દહેજ ઓછું લાવી છે.

બન્ને પુત્રો સાથે ઘરમાંથી કાઢી મૂકી
સાળી જીજાજી અને બહેન સાથે એક જ ઘરમાં રહેવા લાગી હતી. ગત 22 નવેમ્બરના રોજ જીજાજી સાળી મળી મહિલા સાથે ખોટી તકરાર કરી, બંન્ને પુત્રો સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. ઘરમાં ફરી આવશે તો તારા હાથ પગ તોડી નાખીશ એવી ધમકી આપી હતી. હાલ મહિલાએ પતિ અને બહેન વિરોધ ડીંડોલી પોલીસ મથકે અરજી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.