ETV Bharat / city

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી જ ભૂલ્યા કોરોનાના ધારા-ધોરણો - BJP workers

સુરતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. બીજેપીના નેતા અને કાર્યકરો નિયમનો ધજાગરા ઉડાવી રહ્યા છે. સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના ભાજપના કાર્યકરોએ ડુમસ વિસ્તારમાં મીટીંગ કરી હતી. જેમાં માસ્ક અને સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો.

xxx
સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી જ ભૂલ્યા કોરોનાના ધારા-ધોરણો
author img

By

Published : Jun 20, 2021, 1:54 PM IST

  • સુરતમાં સામાજિક અંતરના ઉડ્યા ધજાગરો
  • ધારાસભ્ય હર્ષ સંઘવી જ ભુલ્યો કોરોના ધારા ધોરણો
  • હાલમાં સુરતમાં કોરોના કાબૂમાં

સુરત:એક તરફ સુરતમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. અને સંક્રમણ ઘટતા જ હવે નેતાઓ બેદરકાર બન્યા છે. સુરતમાં બીજેપીના ધારાસભ્ય અને કોર્પોરેટર અને કાર્યકરોએ ડુમસ વિસ્તારમાં માસ્ક અને સામાજિક અંતર વિના મીટીંગ યોજી હતી અને ટોળે વળ્યા હતા.

નેતાઓ ટોળે વળ્યા

પાલિકા અને પોલીસ કમિશનરે શનિ-રવિવારે શહેરીજનો પર ડુમસ હરવા-ફરવા, જવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યાં જતાં લોકોને દંડા બતાવી અટકાવવામાં આવે છે પણ ભાજપના કાર્યકરોને પોલીસે અટકાવ્યા ન હતા. ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત ભાજપના સંખ્યાબંધ કાર્યકરો અને હોદ્દેદારો માસ્ક વિના સામાજિક અંતરનો ભંગ કરી ટોળે વળ્યા હતા. 40 જેટલા લોકોમાંથી ધારાસભ્ય હર્ષ સંઘવી અને અન્ય 32 લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. આ ફોટા હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જનતાને 1 હજાર રૂપિયાનો દંડ ફટકારતું તંત્ર શું અહી દંડ ફટકારશે કે કેમ તે પણ ચર્ચાઓ ઉઠી છે.

xxx
સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી જ ભૂલ્યા કોરોનાના ધારા-ધોરણો

આ પણ વાંચો : ETV Bharat Impact: અહેવાલ બાદ કોરોના વોરિયર્સના પરિવારને વીમા સહાયની મળી મંજૂરી

આ બેદરકારી ભારે પણ પડી શકે છે

સુરતમાં હાલમાં કોરોનાનું સક્રમણ કાબુમાં આવી રહ્યું છે તો બીજી તરફ ત્રીજી લહેરને લઈને તંત્ર સજાગ છે. સુરતમાં હજુ પણ ટેસ્ટીંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૧ હજાર રૂપિયા લેખે દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના નેતાઓની આવી બેદરકારી હજુ પણ ભારી પડે શકે છે. અને ભાજપના નેતાઓ અને કાર્યકરોની આ મીટીંગના ફોટા શોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ રોષ પણ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : કોરોના વોરિયર્સના પરિવારને આઠ મહિના વીતી ગયા છતાં સરકાર દ્વારા કોઈ સહાય નથી મળી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.