- સુરતમાં ખૂલ્લેઆમ ડ્રગ્સ લેતા ચાર સગીર ઝડપાયા
- સુરત સીઆઈડી ક્રાઈમની ટીમે સગીરોને પકડી પાડ્યા
- પકડાયેલા સગીરમાંથી બે તો સગા ભાઈઓ છે
સુરતઃ અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલા સોની ફળિયા ખાતેથી સીઆઈડીની ટીમે 4 સગીરોની ધરપકડ કરી હતી. આ સગીરો સ્પિરિટ અને સિન્થેટિક એડહેસિવ સોલ્યુશન વડે નશો કરતા હતા. પકડાયેલા સગીર બાળકોમાંથી બે સગા ભાઈ છે. નશો કરતા આ તમામની ઉંમર 8 વર્ષ, 9 વર્ષ છે જ્યારે અન્ય બાળકોની ઉંમર 14 વર્ષ અને 15 વર્ષ છે. પંદર વર્ષના બાળકોને પોલીસ સ્ટેશન લાવીને તેમને સુધારવા માટે બાળગૃહમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તમામ ભીખ માગીને નશીલા પદાર્થ ખરીદતા હતા
સીઆઇડી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલા બાળકોમાંથી બે સગા ભાઈઓના પરિવારમાં કોઈ નથી. આથી તેઓ ફૂટપાથ પર રહે છે. આ તમામ ભીખ માગીને નશીલા પદાર્થ ખરીદતા હતા. એક ઘરેથી વારંવાર પિતા મારતા હોય અને માતા દિવ્યાંગ હોવાથી ઘર છોડીને ફૂટપાથ પર રહે છે અને બીજો 15 વર્ષનો સગીર ઘોડો ચલાવવાનું કામ કરે છે.
સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનનો નશો કરતા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરો જે સિન્થેટિક એડહેસિવ સોલ્યુશનનો નશો કરતા હતા. તેમાં પોલિવિનાઇલ આલ્કોહોલ, પોલિવિનાઇલ એસિટેટ, ફોર્માલ્ડિહાઇડ, મિથિલ ઇથર વિગેરેના મિશ્રણ હોય છે.