ETV Bharat / city

સુરતમાં હીરાના ઉદ્યોગપતિએ ડ્રાઈવરોને હીરા ઘસવાની તાલીમ આપી તેમની આવક બમણી કરી - ટ્રેનિંગ

સવજી ધોળકિયા એટલે સુરતનું ખૂબ જ વિખ્યાત નામ. દેશભરના લોકો તેમને દિલદાર બોસ તરીકે ઓળખે છે. અત્યાર સુધી તેમણે દિવાળીના પર્વ પહેલા બોનસમાં અનેક વાર પોતાના કર્મચારીઓને ફ્લેટ અને કાર આપી છે ત્યારે હવે હરેકૃષ્ણ એક્સપોર્ટના માલિક અને ડાયમંડના ઉદ્યોગપતિ સવજી ધોળકિયા પોતાની કંપનીના 31 ડ્રાઈવરોને હીરા ઘસવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. આજે 26 જેટલા લોકો બસ પણ ચલાવે છે અને આ કંપનીમાં પણ બેસે છે. આથી તેમની આવક બમણી થઈ છે. તેઓ રૂ. 40 હજારથી 75 હજાર જેટલા કમાઈ રહ્યા છે.

સુરતમાં હીરાના ઉદ્યોગપતિએ ડ્રાઈવરોને હીરા ઘસવાની તાલીમ આપી તેમની આવક બમણી કરી

author img

By

Published : Jan 18, 2021, 4:51 PM IST

  • સુરતના સવજી ધોળકિયાએ ડ્રાઈવરોને હીરા ઘસવાની ટ્રેનિંગ આપી
  • સવજી ધોળકિયાએ ફરી એક વખત લોકો સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
  • ડ્રાઈવરોને નવરા અને ગપ્પા મારતા જોયા ત્યારે સવજી ધોળકિયાને આ વિચાર આવ્યો

સુરતઃ ઈચ્છાપોર ખાતે આવેલા હરેક્રિષ્ના એક્સપોર્ટ કંપની કે જે વિશ્વભરમાં રફ ડાયમન્ડ કટિંગ પોલિશિંગ કરી એક્સપોર્ટ કરે છે તેના માલિક અને દેશના પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ ફરી એક વખત લોકો સામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સવજી ધોળકિયા નામ અનેક વખત દિવાળીના બોનસ પર પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ આપવા બાબતે સાંભળવામાં આવ્યા છે, પરંતુ આ વખતે તેમણે જ્યારે પોતાના કંપનીમાં કાર્યરત બસના ડ્રાઈવરોને નવરા અને ગપ્પા મારતા જોયા હતા ત્યારે તેમણે વિચાર્યું કે, તેઓ અન્ય એવું કાર્ય કરે જેથી તેમની આવક વધે.

સવારે 9 વાગ્યે કંપની બસમાં અન્ય કર્મચારીઓ આવે છે

સવજી ધોળકિયાના વિચારના કારણે અચાનક જ કંપનીના બસ ડ્રાઈવરોના જીવનમાં પરિવર્તન આવી ગયું છે. શરૂઆતમાં સવજી ધોળકિયાએ 31 જેટલા બસ ડ્રાઇવરોને હીરા ઘસવાની ટ્રેનિંગ આપી હતી, જે હાથ ભારે ભરખમ બસ ચલાવતા હતા. તે નાજુક હીરાઓને આકાર આપતા થઈ ગયા છે. કંપની બસ ચલાવવા માટેની પગાર પણ લોકોને આપી રહી છે. સાથે હીરા ઘસવા બદલ પણ તેઓને સેલેરી આપવામાં આવી રહી છે. બસ ચાલકો સવારે 9 વાગ્યે અન્ય કર્મચારીઓને બસમા કંપનીમાં લાવે છે અને ત્યાર બાદ પોતે પણ હીરા ઘસે છે અને તે પછી સાંજે 6 વાગ્યે કંપનીના કર્મચારીઓને પરત તેમના ઘર મૂકે છે. આથી આ બસ ડ્રાઈવરની આવક બમણી થઈ છે. એક બાજુ બસ ચલાવવા માટે અને બીજી બાજુ હીરા ઘસવા માટે કંપની તેમને પગાર ચૂકવી રહી છે. આખો દિવસ એમ જ પોતાનો સમય પસાર કરી રહેલા ડ્રાઈવરો માટે આ સોનેરી તક મળી ગઈ છે.

નકારાત્મક વિચારો ન આવે તે માટે ડ્રાઈવરોને ટ્રેનિંગ આપી તેમની આવક બમણી કરીઃ સવજી ધોળકિયા

આ અંગે સવજી ધોળકિયાએ જણાવ્યું હતું કે, ખાલી બેસવાથી નકારાત્મક વિચારો આવતા હોય છે અને એક સિમિત પગારમાં તેઓ કામ કરી રહ્યા હતા. આ સમયે હોવા છતાં તેઓ કશું કરી શકતા નહોતા. આથી તેઓના પરિવાર અને તેમના સ્વાસ્થ્ય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

45 હજારથી વધુની આવક દર મહિને થઈ

બસ ચલાવનાર મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ તેઓ માત્ર બસ ચલાવતા હતા અને રિપેરિંગનું કામ કરતા હતા, પરંતુ હીરા ઘસવાની ટ્રેનિંગ મળ્યા બાદ આ ત્રણે કામ કરવાથી તેઓને આશરે રૂ. 45 હજારથી વધુની આવક દર મહિને થઈ છે, જે અમારા બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.