- RSS વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ કરનાર યુવકો સામે ફરિયાદ
- RSSના કાર્યકરોની લાગણી દુભાઈ
- કામરેજ પોલિસે બંન્ને યુવકો સામે ગુનાની તપાસ હાથ ધરી છે
સુરત: હાલ દેશમાં નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતો દ્વારા વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે સુરતના કામરેજ ખાતે RSSના કાર્યકરો દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા ઉપર ખોટા મેસેજ કરનાર આ બંને વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
RSSના કાર્યકર્તાઓમાં જોવા મળી નિરાશા
સુરતના કામરેજ ખાતે RSSના કાર્યકરો દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા ઉપર ખોટા મેસેજ કરનાર બંને વિધર્મી યુવકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મેસેજને લઇ શુક્રવારના રોજ RSS દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર RSSના કાર્યકરો દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, આ બે યુવકોએ સોશિયલ મીડિયા ઉપર એવી એક પોસ્ટ કરી છે કે જેથી RSSની છબીને નુકસાન થાય.
બંન્ને વિઘર્મી યુવકો સામે નોંધાઈ ફરિયાદ
આ પોસ્ટને લઈને RSSમાં ખુબજ નિરાશા જોવા મળી હતી,અને RSS દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.RSS દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં આ બે યુવકો જેવોનું નામ તોફીક સીદીકી અને સલીમ સીદીકી છે. જેમાં એક બારડોલીનો છે તો બીજો દાહોદનો છે એમ સુત્રો દ્વારા બહાર આવ્યું છે.હાલ કામરેજ પોલીસ દ્વારા આ બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.RSS સાથે સંકળાયેલા વિપુલ પટેલ એમ જણાવ્યું કે," RSSનું કામ પહેલાથી જ ખુબ જ સારું રહ્યું છે અને સમાજ માટે હંમેશા ખડેપગે રહેનાર RSSનું નામ ખરાબ કરનાર આ યુવકો સામે પોલીસ કડક માં કડક પગલાં ભરે એવી અમારી માગ છે." અંતે પોલીસે આ બંન્ને યુવકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.