ETV Bharat / city

અનોખી પહેલ બાપા મોરીયા બોલતા જાવ, પ્રિકોશન ડોઝ લેતા જાવ - Surat Corporation Health Department

સમગ્ર ગુજરાતમાં ગણેશચોથની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બે વર્ષના કોરોનાકાળ બાદ આ વખતે સમગ્ર ગુજરાતમાં ગણેશચોથની ધામધૂમથી ઉજવણી થવાની છે. જેને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. પંડાલ ધરાવતા દરેક આયોજકો દર વખતે જુદી જુદી થીમને લઈને ડેકોરેશન કરતા હોય છે. પરંતુ, સુરતમાંથી એક નવો અભિગમ જોવા મળી રહ્યો છે. જેમાં સુરત મહાનગર પાલિકાના સહયોગથી દરેક ડોમ અને પંડાલમાં જઈને વેક્સિન ડોઝ આપવા માટે એક પ્લાન તૈયાર કરાયો છે. precautions jab, Covid 19 precautions jab, Surat Corporation Health Department

અનોખી પહેલ બાપા મોરીયા બોલતા જાવ, પ્રિકોશન ડોઝ લેતા જાવ

author img

By

Published : Aug 23, 2022, 8:48 PM IST

સુરતઃ સમગ્ર ગુજરાતમાં અનોખી આસ્થા સાથે ગણેશચોથ ઉજવાય છે. પરંતુ, સુરતમાં આ વખતે લોકોને આરોગ્યની (precautions jab in Surat) દ્રષ્ટિથી સુરક્ષિત કરવા માટે સુરત મહાનગર પાલિકાએ તૈયારીઓ (Surat Corporation Health Department) કરી દીધી છે. જેમાં જુદી જુદી ટીમ વિવિધ પંડલામાં જઈને ભાવિકોને પ્રિકોશન ડોઝથી (Covid 19 precautions jab) સુરક્ષિત કરશે. સુરતમાંથી હજુ પણ કેટલાક લોકોએ ત્રીજો ડોઝ લીધો નથી. જેની સામે તંત્ર એ પોતાની રીતે એક અલગ પહેલ સાથે લોકોને સુરક્ષિત કરવા માટે આ પગલું લીધું છે. આગામી તારીખ 31 ઓગસ્ટ 2022 બાદ મનપા ગણેશ મંડપમાં જઈ વેક્સીન (Corona Virus Vaccine) આપશે.

આ પણ વાંચોઃ બી એલ સંતોષની વજુભાઈ વાળા સાથે બંધબારણે બેઠક, ક્યાં અને કેમ યોજાઈ જૂઓ

પ્રિકોશન ડોઝ માટે પગલાંઃ સુરત મહાનગર પાલિકાએ પ્રિકોશન ડોઝ આપવા માટે તૈયારીઓ કરી લીધી છે. શરૂઆતમાં 18થી 59 વર્ષના લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ (Free Vaccination Doses) આપ્યા બાદ ચાર્જ લઈને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગે તંત્રના અધિકારી કહે છે કે, આગામી દિવસોમાં ગણેશચોથ આવી રહી છે. તેથી પંડલમાં દર્શન કરવા આવતા દરેક લોકો પ્રિકોશનનો લાભ લે એ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય વિભાગ તરફથી એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ દરેક પંડાલ આયોજક સાથે મિટિંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM મોદી ફરી 2 દિવસ આવશે માદરે વતન, રોડ શૉ માટે ચાલી રહી છે તૈયારી

65 ટકા કામગીરી પૂરીઃ હાલમાં સુરત સિટીમાં જે લોકોએ પ્રિકોશન ડોઝ લઈ લીધો છે એની ટકાવારી 65 છે. હવે જે લોકોને પ્રિકોશન ડોઝ બાકી છે એમને આગામી દિવસોમાં આવરી લઈને ગણેશચોથ નિમિતે આ અંગેની કામગીરી શરૂ કરાશે. આ પ્રિકોશન ડૉઝ ફ્રી છે. જોકે, હકીકત એવી પણ છે કે, ગણેશ પંડાલમાં વધુને વધુ લોકો દર્શન કરવા માટે આવે છે. જેને આ ડોઝી આપીને ખરા અર્થમાં સુરક્ષિત કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.