- કોરોનાની રસી લીધી ન હોય તો પાલિકા કચેરીમાં 'No Entry'
- આજથી બસ, બગીચા, પાલિકાની અન્ય કચેરી જેવા સ્થળે પણ પ્રવેશ નહિ
- બુધવારથી મોલ, હોટલ, સિનેમામાં માત્ર બે ડોઝ લેનાર ને જ પ્રવેશ
સુરત: શહેરમાં કોરોનાની રસી લીધી ન હોય તો પાલિકા કચેરીમાં 'No Entry'. સાથે જ આજથી બસ, બગીચા, પાલિકાની અન્ય કચેરી જેવા સ્થળે પણ પ્રવેશ મળશે નહિ (No entry without vaccination). આટલું જ નહીં પણ બુધવારથી મોલ, હોટલ, સિનેમામાં માત્ર કોરોના વેકસીન બે ડોઝ લેનાર ને જ પ્રવેશ મળશે માટેની પોલીકાએ જાહેરાત કરી હતી.
નોધાયેલાં તમામ કેસ રાંદેર ઝોનમાં હોવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું
સુરત શહેરમાં આજે કોરોનાના કુલ ૭ પોઝીટીવ (corona positive) કેસ નોધાયા હતા. તમામ કેસો રાંદેર ઝોન વિસ્તારના હોય રાંદેર ઝોનના આરોગ્ય વિભાગનું તંત્ર દોડતું થઇ ગયું છે. અડાજણ સહજ સુપર સ્ટોર પાસે આવેલા પવિત્રા રો હાઉસમાં રહેતા એક પરીવારના ૫ સભ્યો પોઝીટીવ આવ્યા હતા. જયારે પાલ સિમંધર એપાર્ટમેન્ટમાં રહેતા બે લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવતા મનપા આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ ટેસ્ટીંગ (corona testing in surat)ની કામગીરી સઘન બનાવી દેવામાં આવી છે. આ સાથે સલામતીના ભાગરૂપે પવિત્રા રો હાઉસ અને સિમંધર એપાર્ટમેન્ટમાં રહેતા કુલ 162 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
![જો જો, કોરોના વેક્સિનના બે ડોઝ ન લીધા હોય તો સુરતમાં આ સ્થળે 'NO ENTRY'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/suratsmcnoentryrtu_15112021150336_1511f_1636968816_397.jpg)
પરિવારના ત્રણ સભ્યોએ બન્ને ડોઝ લીધા હોવા છતાં સંક્રમિત થયાં
રાંદેર ઝોન વિસ્તારના પવિત્રા રો-હાઉસમાં રહેતા એક પરીવારના પાંચ સભ્યો કોરોના સંક્રમિત થતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પરિવારના પાંચ સભ્યો પૈકી એક ૬૬ વર્ષના વડીલ, 35 વર્ષના પુરૂષ અને 31 વર્ષની મહીલાએ કોરોનાના બન્ને ડોઝ લીધા હોવા છતાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા મનપાની ચિંતામાં વધારો થયો છે. પરીણામે શહેરીજનોને કોવિડના નિયમોનું પાલન કરવાની અપિલ મનપા દ્વારા કરવામાં આવી છે.
![જો જો, કોરોના વેક્સિનના બે ડોઝ ન લીધા હોય તો સુરતમાં આ સ્થળે 'NO ENTRY'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/suratsmcnoentryrtu_15112021150336_1511f_1636968816_473.jpg)
શહેરમાં પ્રવેશ કરતા 3 હજારથી વધુ લોકોનું એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ
સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા દિવાળીની રજામાં બહારગામ ફરવા ગયેલા લોકો પરત ફરે ત્યારે સુરતમાં નક્કી કરવામાં આવેલા છે. જેટલા એન્ટ્રી પોઇન્ટ ઉપર કોરોનાનો ટેસ્ટ (corona testing in surat) કરવાની તાકીદ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ સુરત એરપોર્ટ, સુરત બસ સ્ટોપ સહિતના 6 એન્ટ્રી પોઇન્ટ ઉપર પ્રતિદિન ટેસ્ટની સંખ્યા વધારીને 7000 જેટલી કરી દેવામાં આવી છે, જોકે એક પણ રીપોર્ટ પોઝીટવ નહી મળી આવતા મનપાએ થોડી રાહત અનુભવી હતી. જોકે સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળતા મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
આ પણ વાંચો: આંતરિયાળ વિસ્તારોમાં દિવાળી પહેલા 100 ટકા કોરોના વેક્સિનેશન માટે સરકાર સામાજિક સંસ્થાઓની લેશે મદદ