ETV Bharat / city

ABVPની ચીમકી, VNSGUમાં વિદ્યાર્થીઓને મારવાના મામલે દશેરા સુધી પોલીસ સામે કાર્યવાહી નહીં થાય તો..... - ઉમરા પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓને માર્યાનો આક્ષેપ

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં 2 દિવસ અગાઉ વિદ્યાર્થી પાંખ ABVPએ ગરબાનું આયોજન કર્યું હતું. તે દરમિયાન સ્થાનિક ઉમરા પોલીસ અહીં આવી હતી. તે સમયે પોલીસ અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે કોરોનાની ગાઈડલાઈન અંગે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી તેમને માર માર્યો હતો, જેનો ABVPએ વિરોધ કર્યો હતો. જોકે, હવે ABVPએ ચીમકી આપી છે કે, જવાબદાર પોલીસકર્મી સામે દશેરા સુધી કાર્યવાહી નહીં કરવામાં આવે તો સુરત પોલીસનું પૂતળા દહન કરાશે. આ ઉપરાંત પોલીસને વિદ્યાર્થીઓની તાકાત બતાવી દેવાની પણ ABVPએ ધમકી આપી હતી. સાથે જ ABVPએ સમગ્ર રાજ્યની યુનિવર્સિટી બંધ રાખવાનો નિર્ણય કરતા વિદ્યાર્થીઓએ પણ તેમને સાથ આપ્યો હોવાનું ABVPએ જણાવ્યું હતું.

ABVPની ચીમકી, VNSGUમાં વિદ્યાર્થીઓને મારવાના મામલે દશેરા સુધી પોલીસ સામે કાર્યવાહી નહીં થાય તો.....

author img

By

Published : Oct 13, 2021, 6:23 PM IST

  • સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ગરબામાં થયેલા વિવાદનો મામલો
  • યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયેલા ગરબામાં પોલીસકર્મીઓએ કરી હતી તપાસ
  • ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે ABVPના કાર્યકર્તાનો થયો હતો ઝઘડો
  • ABVPના સપોર્ટમાં આજે રાજ્યમાં તમામ યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા ABVPએ કર્યો હતો આદેશ

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં 2 દિવસ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા રમતી વખતે સ્થાનિક ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ યુનિવર્સિટીમાં આવ્યા હતા. તે દરમિયાન કોરોનાની ગાઈડલાઈન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોની વાત અને મંજૂરી બાબતે પોલીસ અને ABVPના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ પોલીસ 7 વિદ્યાર્થી સહિત આયોજકને પકડીને લઈ ગઈ હતી. તો આ વિદ્યાર્થીઓને પોલીસે ઢોર માર માર્યો હોવાનો પણ ABVPએ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો- VNSGUમાં ગરબામાંથી વિદ્યાર્થીને માર માર્યા મામલે ABVPએ જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા કરી માગ

દશેરા સુધી જવાબદાર પોલીસકર્મી સામે પગલાં લો નહીં તો સુરત પોલીસનું પૂતળા દહન થશેઃ ABVP

તો હવે આ મામલે જો જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો સુરત પોલીસના પૂતળા દહનની પણ ABVPએ ચીમકી ઉચ્ચારી છે. આ સાથે જ ABVPએ દશેરા સુધી પોલીસ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ માગ સાથે ABVPએ જિલ્લા કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું.

ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે ABVPના કાર્યકર્તાનો થયો હતો ઝઘડો

આ પણ વાંચો- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પછી 18 ઓક્ટોબરે યોજાનારી વિવિધ પરીક્ષા મોકૂફ

વિદ્યાર્થીઓએ સ્વયંભૂ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યોઃ ABVP

આ અંગે ABVP સુરતના મંત્રી હિમાલયસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે રાજ્યની તમામ યુનિવર્સિટીમાં 11:30 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય સદંતર બંધ રહે અને વિદ્યાર્થીઓને આગ્રહ છે કે, અમે તમારી સાથે છીએ. ગઈકાલે તેનો પ્રતિભાવ આખા ગુજરાતમાં જોવા મળ્યો છે. આખા ગુજરાતમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ને આનો સપોર્ટ મળી રહ્યો છે. તો આજના દિવસે બપોર પછી સમગ્ર રાજ્યની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. વિદ્યાર્થીઓ સ્વયંભૂ પણ આનો બહિષ્કાર કરશે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) પણ આમાં જોડાશે તથા અમે આની આખી એક રૂપરેખા બનાવીશું. જો આ વસ્તુ જેમ અમને કહેવામાં આવ્યું હતું. જો અમારી માગ નહીં સંતોષાય તો અમે આગળના પગલાં વિચારીને રાખ્યા છીએ. પોલીસકર્મીઓ સામે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં રાજ્યભરના વિદ્યાર્થી નેતાઓની શક્તિ પોલીસ કમિશનરને જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.