સુરત: ઉમરા પોલીસ દ્વારા મુકવામાં આવેલા સજેસન બોક્સના આધારે હનીટ્રેપનો(honeytrap cases in india) પર્દાફાશ(Honeytrap cases busted) થયો હતો. પોલીસ જીયાવિયાની ટોળકીનો ભોગ બનેલા કાપડ વેપારીએ સમાજના બદનામીના ડરે પોલીસ ફરિયાદ નોધાવી ન હતી. કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ તરીકે વાત કરનારા બીજા ગુનેગારોને પકડી લેવા માટે ઉમરા પોલીસે ચક્રોગતિમાન નંબર સાથે ચીઠ્ઠી લખીને પોલીસ પાસે કર્યા છે.
જોગર્સ પાર્ક ખાતે મૂકવામાં આવેલા સજેશન બોક્સ - વેપારીએ પોતાની સાથે બનેલા વાત કરનાર બીજા ગુનેગારોને પકડી હની ટ્રેપના બનાવ અંગે પોતાના મોબાઈલ સાથે ચિઠ્ઠી લખીને પોલીસ પાસે મદદ માંગી હતી. જે ચીઠ્ઠીના આધારે પોલીસે કાપડ વેપારીને બોલાવ્યા બાદ ફરિયાદ લઈ હની ટ્રેપ ટોળકીના એક સાગરીતને ઝડપી લીધો છે. જયારે કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈ તરીકે વાત(Fake police in Surat) કરનારા બીજા ગુનેગારોને પકડી લેવા માટે ઉમરા પોલીસે ચક્રોગતિમાન નંબર સાથે ચીઠ્ઠી લખીને પોલીસ પાસે કર્યા છે.
આ પણ વાંચો: PI ગીતા પઠાણ હનીટ્રેપ કેસમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના PSI જે. કે. બ્રહ્મભટ્ટની ધરપકડ
અજાણ્યાએ ફોન કરી ગામડે હોલસેલનો ધંધો તેવું કહ્યું - આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વેપારીને અઠવાડિયા પહેલા અજાણ્યાએ ફોન કરી ગામડે હોલસેલનો ધંધો કરવો છે. મારે તમારી હસ્તક સાડીઓ લેવી છે તેમ કહ્યું હતું. ત્યારબાદ સવારે અગિયાર મહિન્દ્રા બેન્કની ગલીમાં બોલાવ્યો હતો. વેપારી ત્યાં પહોંચતા પુજા ઍપાર્ટમેન્ટના પહેલા માળે ગલેરીમાં ઉભેલી 50થી 55 વર્ષની મહિલાએ ઈશારો કરી પહેલા માળે બોલાવ્યો હતો. વેપારી રૂમમાં ગયો અને પલંગ પર બેઠો હતો મહિલા પાણી લેવા ગઈ સમયે રૂમનો દરવાજો ખોલી ત્રણ અજાણ્યાઓ અંદર ઘુસી ગયા હતા. આવ્યા હતા જેમાં એક જણાએ પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો અને નેમ પ્લેટમાં કે.એ.પરમાર લખેલું હતું. તમામે વેપારીને ધમકાવવાનું શરુ કર્યું હતું અને પોલીસ કેસ કરી દેવાની ધમકી આપી હતી. વેપારી ગભરાઈ ગયો હતો. જેથી પોલીસ જેમ કહે તેમ કરવા તૈયાર થઇ ગયો હતો.
આ પણ વાંચો: હનીટ્રેપઃ અમદાવાદીઓ સાવધાન! મહિલાએ વેપારીને ઘરે બાલાવ્યો,પછી શું થયું
રકઝક કરીને તે સમયે રુપિયા 10 હજાર લઇ લીધા - ત્રણ પૈકીના એક પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો તેણે વેપારીને તમાચો મારી દીધો હતો અને ઉમર પોલીસ મથકના પી.એસ.આઈ.રસિક પટેલ સાથે વાત કરો એમ કહીને કોઈ સાથે વાત કરાવી હતી અને પતાવટ કરવી હોય તો રૂપિયા 5 લાખ આપવા પડશે તેમ કહીને રકઝક કરીને તે સમયે રૂ.10 હજાર લઇ લીધા હતા.
ટોળકી માત્રના માત્ર આજ કામ કરે છે - જોકે પોતાની બદનામી થશે તે ડરથી વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો નહોતો. પરંતુ ઉમરાના ઘોડદોડ રોડ પર આવેલા જોગર્સ પાર્ક પાસે પોલીસે એક સજેશન બોક્ષ(Suggestion box from Police) મુક્યું છે. તેમાં વેપારીએ પોતાની સાથે બનેલી ઘટના લખીને મૂકી હતી. ઉમરા પોલીસે તરતજ વેપારીને ફોન કરીને પોલીસ મથકે બોલાવીને તેની ફરિયાદ લીધી(Police complain registered) હતી. આ કેસમાં પ્રથમ જીગ્નેશ હસમુખ જીયાવિયા રહે 102 પુંજ ફલેટ ઘોડદોડ રોડને ઝડપી લીધો હતો. જોકે જીગ્નેશ પકડાતાની સાથેજ રીઢો ગુનેગાર પોલીસ કર્મચારી જયેશ લાધુ યાદવ અને દેવન્દ્ર જોશી મહિલા અને પી.એસ.આઈ. તરીકે વાત કરનાર ભાગી ગયા હતા. આ ટોળકી માત્રને માત્ર આજ કામ કરે છે.આવી જ રીતે કોઈ પણ વ્યક્તિને ફસાવીને પોલીસના નામે દમદાટી આપીને રૂપિયા પડાવે છે.