- 12 ઓક્ટોબરના રોજ ચાર વર્ષની બાળકીને અપહરણ કરી દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના
- નરાધમ સામે પોલીસે માત્ર 10 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી ઈતિહાસ રચ્યો
- 250 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી, જેમાં 60 જેટલા સાક્ષી
સુરત : સુરત પોલીસે કોર્ટમાં 12મી ઓકટોબરના રોજ સચિન ખાતે બનેલી ચાર વર્ષ બાળકી સાથે દુષ્કર્મ પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપી અજય ઉર્ફે હનુમાન નિશાદે 4 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સચિન પોલીસને બાળકી સચીન રામેશ્વર કોલોની પાસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલ પાસે ભર વરસાદમાં ઝાડી-ઝાખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.
પોક્સો, હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો નોંધાઈ
બાળકીના શરીર ઈજાના નિશાન હતા. જેના આધારે પોલીસે મેડિકલ પરીક્ષણ કરાવતા બાળકીનું ગળું દબાવી મોત નિપજાવવાની કોશિશ કરી હોવાનું પણ સામે આવ્યું હતું. તેમજ બાળકી પર નરાધમે દુષ્કર્મ પણ ગુજાર્યો હતો. સચિન પોલીસે અપહરણની સાથે બળાત્કાર, પોક્સો, હત્યાની કોશિશ સહિતની કલમોનો ગુન્હો નોંધી 13 મી તારીખે આરોપી અજય ઉર્ફે હનુમાન નિશાદને પકડી પડવામાં આવ્યો હતો.
250 પાનાની ચાર્જશીટ
સુરત ઝોન 3 ના DCP કિશોર બળાલીયા એ જણાવ્યું હતું કે, 12 મી ઓકટોબરના રોજ સચીન GIDC પોલીસે બળાત્કાર અને પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલ ફરિયાદમાં પકડાયેલ આરોપી વિરૂદ્ધ 250 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં 60 જેટલા સાક્ષી છે. ઉપરાંત પોલીસે આ કેસમાં ફોરેન્સીક પુરાવા મેળવવા FSL ના ઉચ્ચ અધિકારીઓની સાથે સંકલન કર્યુ હતું. જેના કારણે ગાંધીનગર અને સુરત FSL માંથી તમામ રિપોર્ટ આવી જતા પોલીસે ફક્ત 10 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં દાખલ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : કચ્છના ગઢશીશા ગામમાં દારૂ પીનારાઓનો હતો ત્રાસ, આ અનોખા પ્રયોગથી દૂષણ નહિવત થઈ ગયું
આ પણ વાંચો : ગાંધીનગરમાં ધોરણ 10ના વિજ્ઞાનનું પેપર લીક થતા શિક્ષણ વિભાગની બેદરકારી આવી સામે, બોર્ડે આપ્યા તપાસના આદેશ