સુરત : કર્ણાટક રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાથી શરૂ થયેલા બીજા વિવાદ (Hijab Row in Surat) વકરી રહ્યો છે. હવે સુરતની મુસ્લિમ સમાજની મહિલાઓએ શૈક્ષણિક સંસ્થાનોમાં તેમના ધર્મ મુજબનો પહેરવેશ પહેરવાની છૂટ આપવાની માગ સાથે ઉન વિસ્તારમાં (Surat Muslim women protest) મૌન રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ જોડાઈ હતી.
ઉન વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ મૌન વિરોધ પ્રદર્શન કર્યું
કર્ણાટક બાદ હવે સુરતમાં પણ હિજાબ વિવાદના પડધા (Hijab Row in Surat) પડયા છે. મુસ્લિમ મહિલાઓ યુવતીઓ મૌન રેલી સાથે પ્રદર્શન કરી શૈક્ષણિક સંકુલમાં ધર્મ મુજબના પહેરવેશ પહેરવાની છૂટ આપવા માગણી કરી હતી. કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં તમામ વિદ્યાર્થીઓને એકસરખો ગણવેશ પહેરવાના આદેશ આપવામાં આવ્યા બાદ મુસ્લિમ સમાજની વિદ્યાર્થિનીઓ દ્વારા તેમને ધર્મ મુજબ બીજા પહેરવાની છૂટ આપવાની માગણી સાથે દેશભરમાં (Karnataka Hijab Row ) વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમાજની મહિલાઓ યુવતીઓ શિક્ષણ સંસ્થામાં તેમને હિજાબ પહેરવાની છૂટ આપે તે પ્રકારની માગણી સાથે વિરોધ કરી રહી છે. સુરતના ઉન વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ યુવતીઓ એકત્ર થઇ હતી અને તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગણી સાથે મૌન વિરોધ (Surat Muslim women protest) પ્રદર્શન કર્યું હતું. મુસ્લિમ યુવતીઓની રેલી સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું માધ્યમ બની હતી. આ રેલીમાં 500થી વધુ મુસ્લિમ મહિલાઓ જોડાઇ હતી.
સરકાર તઘલખી ફરમાન કરશે તો અમને રોડ પર ઉતરવું પડશે
AIMIM સુરત શહેર અને જિલ્લાની પ્રમુખ રુકસાનાખાને જણાવ્યું હતું કે મહિલાઓમાં રોષ છે કે કર્ણાટકની કોલેજમાં હિજાબ પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ગેરબંધારણીય છે જે બંધારણીય અધિકારો (Hijab Row in Surat) ની માગ સાથે રેલી કાઢવામાં આવી છે. સરકાર અમારા બંધારણીય અધિકારોને ક્યારેય પણ છીનવી શકતી નથી. જ્યારે સમાજની દીકરીઓ હિજાબ અને બુરખા પહેરીને કોલેજ જઈ રહી છે તો તેનો વિરોધ શા માટે ? જો સરકાર તઘલખી ફરમાન કરશે તો અમને રોડ પર (Surat Muslim women protest)ઉતરવું પડશે. અમે રોડથી સંસદ સુધી વિરોધ કરીશું. તમારો બંધારણીય હક છે જે કોઈ લઈ શકે એમ નથી. મહિલાઓ સાથે જે રેપની ઘટના બને છે તેને માટે કાયદા બનાવે.
આ પણ વાંચોઃ Hijab Controversy: SCએ કહ્યું, દરેકના બંધારણીય અધિકારોનું રક્ષણ થશે, યોગ્ય સમયે સુનાવણી કરાશે
શાળા અને પરીક્ષા છોડી દઈશું પણ હિજાબ છોડીશું નહી
નસીમ બેગમે જણાવ્યું હતું કે, એ મારી નાનપણથી (Hijab Row in Surat) આદત છે અને એના વગર અમે કોઈપણ જગ્યાએ જતા નથી. હિજાબ ન પહેરવું એ શરમજનક વાત છે. મરી જઈશું પણ હિજાબ ક્યારે પણ છોડીશું નહીં. શાળા અને પરીક્ષા છોડી દઈશું પણ હિજાબ છોડીશું નહીં.
આ પણ વાંચોઃ Karnataka hijab controversy: શાળા - કોલેજો ખોલવા પર કર્ણાટક હાઈકોર્ટનો આદેશ, ધાર્મિક પહેરવેશ પર પ્રતિબંધ
ઇસ્લામની ઈજ્જત છે
અંજુમે જણાવ્યું હતું કે આ એક મહિલા માટે ઈજ્જત છે. રેહાનાબેને જણાવ્યું હતું કે, મરી જઈશું પણ હિજાબ (Hijab Row in Surat) પહેરવાનું છોડીશું નહીં. કપાઈ જઈશું પણ હિજાબ નહીં છોડીશું. અમારું ચાલશે અને હંમેશા માટે અમારું ચાલશે.