- આસારામની તબિયત લથડતા નારાયણ સાંઇએ જામીન કરી હતી અરજી
- કોર્ટે નારાયણ સાંઈને વીડિયો કોન્ફરન્સથી વાત કરવાની આપી મંજૂરી
- બાપ દિકરા વચ્ચે બે વખત વીડિયો કોન્ફરન્સથી થઈ શકશે વાત
સુરત : દૂષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામની તબિયત લથડતા દીકરા નારાયણ સાંઈને વીડિયો કોન્ફરન્સથી પિતાની તબિયત જાણવા આજે શનિવારે ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનની જોધપુર જેલમાં આસારામની તબિયત લથડતા દીકરા નારાયણ સાઈએ કોર્ટમાં જામની માટેની અરજી કરી હતી, પરંતુ કોર્ટે જોધપુરની જેલને વીડિયો કોન્ફરન્સની વ્યવસ્થા થઈ શકે કે કેમ તે અંગે જેલની પૃચ્છા કરી હતી. જોધપુર જેલે જવાબ રજૂ કર્યા બાદ કોર્ટે આ પ્રકારે નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: Gujarat High Courtમાં ચીફ જસ્ટિસ સિવાય અન્ય જજ પણ કોર્ટની કાર્યવાહી પર જીવંત પ્રસારણ કરી શકશે
સારસંભાળ માટે કરાઈ હતી જામીન અરજી
એડવોકેટ કિશન એચ દહીંયાંએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આસારામની તબિયત લથડતા દીકરા નારાયણ સાઈએ 20 દિવસની જામીન અરજી કરી હતી. તેઓ 7.5 વર્ષથી સજા ભોગવી રહ્યા છે, પરંતુ હાલ તેમની તબિયત બગડતા અને બીજી તરફ તેમને માત્ર આયુર્વેદિક દવા જ સૂટ કરતા તેમની સારસંભાળ માટે જામીન અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે જોધુપર અને સુરત જેલમાં વીડિયો કોન્ફરન્સ થઈ શકે કે કેમ તે માટેની જાણકારી મેળવી હતી. આથી, બન્ને સ્થળોએ સુવિધા ઉપલબ્ધ હોવાથી કોર્ટે વીડિયો કોનફરન્સની મંજૂરી આપી છે.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી કરવા એડવોકેટ એસોસિએશનની રજૂઆત
વીડિયો કોન્ફરન્સથી બે વખત વાત થઇ શકશે
કોર્ટના ઓર્ડર મુજબ નારાયણ સાંઈ પોતાના પિતા આસારામની તબિયત પુછાવા માટે બે વખત વીડિયો કોન્ફરન્સ કરી શકશે. આ વીડિયો કોન્ફરન્સમાં પ્રથમ વિડીયો કોલ પિતા અને દીકરા વચ્ચે અને ત્યારબાદ બીજો વીડિયો કોલ જ્યારે આશારામ આયુર્વેદિક ડોક્ટર આશારામની તબિયત તપાસવા આવે ત્યારે કરી શકશે. આ દરમિયાન 5થી 10 મિનિટ વાત ચીત કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે, તેમજ જેલના પ્રોટોકોલ મુજબ 30થી 45 મિનિટ સુધી કોન્ફરન્સ ઉપર વાત થઇ શકશે.