સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના અઠવાગેટ, મજુરાગેટ, વરાછા તેમજ ઉધના, ખટોદરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાના કારણે સર્વિસ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.
બીજી તરફ ધોધમાર રૂપે વરસી રહેલા વરસાદના કારણે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર પણ પાણી ભરાયા હતા. હોસ્પિટલમાંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી.જ્યારે કેટલાક વાહનો બંધ પડી જવાના કારણે વાહન ચાલકોને વાહનને ધક્કા મારવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે આજરોજ સુરતમાં વહેલી સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે.સુરતના મજુરાગેટ અઠવાગેટથી,રાંદેર,અડાજણ,વરાછા ડાહીત ખટોદરા ઉપરાંતના વિસ્તારોમાં ભારે વરસાદ વર્ષી રહ્યો છે.ધોધમાર વરસાદના કારણે શહેરના સર્વિસ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
જ્યારે નીચાણવાળા વિસ્તારો પણ ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે. ભારે વરસાદના કારણે શહેરના વાતાવરણમાં ઠંડકભર્યો માહોલ જોવા મળ્યો હતો.