ETV Bharat / city

સુરત જિલ્લામાં ભારે વરસાદ, ખેતીના પાકને નુકસાનની આશંકા - Heavy rains

બારડોલી સહિત સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદ થતાં ખેતીના પાકને મોટાપાયે નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા શેરડી રોપણીની કામગીરીને અસર થઈ છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં ડાંગરના તૈયાર પાકને પણ નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.

gujarat
gujarati news
author img

By

Published : Sep 20, 2020, 7:52 PM IST

સુરત: જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં રાત્રીના 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં 100 મિમી એટલે કે અંદાજીત 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

બારડોલીમાં 2 ઇંચ
કામરેજમાં 1 ઇંચ
માંડવીમાં 2 ઇંચ
માંગરોળમાં 1 ઇંચ
ઓલપાડમાં 1 ઇંચ

રાત્રે વરસેલા વરસાદને કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થવાની સંભાવના છે. બારડોલી અને આજુબાજુના વિસ્તારમાં શેરડી રોપણીની સિઝન ચાલી રહી છે. વરસાદને કારણે તૈયાર કરેલા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. જેથી રોપણીને અસર થઈ છે.

surat
gujarati news
આ ઉપરાંત રોપાય ગયેલી શેરડીને પણ ખેતરમાં વધુ પડતા પાણીથી નુકસાન થવાની શક્યતાઓ છે. બીજી તરફ હાલ ચોમાસુ ડાંગર તૈયાર થઈ ચૂક્યું છે. વરસાદને કારણે ડાંગરના પાકનો નાશ થતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વરસાદ થી શાકભાજીના પાક પણ નષ્ટ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
rain news

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.