- દેવગઢ અને લુહારવડ વચ્ચે આવેલો બ્રિજ થયો પાણીમાં ગરકાવ
- ઉપરવાસમાં સતત વરસાદ વરસતા નદીનાળામાં ભારે પાણીની થઈ આવક
- બ્રિજ પાણીમાં ગરકાવ થતા 10થી વધુ ગામનો માંડવી સાથે સંપર્ક તૂટ્યો
સુરતઃ શહેરના માંડવી તાલુકામાં રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને પગલે માંડવીના દેવઘડ અને લુહારવડ વચ્ચેનો બ્રિજ થયો પાણીમાં ગરકાવ થયો છે. લો લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળતા અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આથી લુહારવડ તરફના 10થી વધુ ગામનો સીધો સંપર્ક તૂટ્યો છે. માંડવી જવા માટે 20 કિમીથી વધુનો ચકરાવો ફરવો પડે છે, જેને લઈ લોકો જીવના જોખમે પણ પ્રાણી પ્રવાહમાં બ્રિજ પસાર કરવા મજબૂર બન્યા છે. હાઈ બેરલ બ્રિજ બનાવવા લોક માગ ઉઠી છે.
આ પણ વાંચો- ભાવનગરમાં વરસાદની ધમાકેદાર કડાકા સાથે એન્ટ્રી : ઉમરાળામાં પોણા બે ઇંચ વરસાદ
લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
ગત રાત્રિ દરમિયાન સુરત જિલ્લાના માંડવી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ નદીનાળામાં ઘણી પાણીની આવક થઈ છે. માંડવીના દેવગઢ અને લુહારવડ વચ્ચે આવેલો બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. આથી લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રહ્યો છે.
આ પણ વાંચો- છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ, રોડ ઉપર કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો
લુહારવડ તરફના 10થી વધુ ગામના લોકોનો સંપર્ક તૂટ્યો
બ્રિજ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, ખેડૂતો તેમ જ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. લુહારવડ તરફના 10થી વધુ ગામના લોકોનો માંડવી સાથેનો સીધો સંપર્ક તૂટ્યો હતો. તેને લઈ લોકોએ 30 કિમીથી વધુનો ચકરાવો ફળવો પડે છે. લો લેવલ બ્રિજની જગ્યાએ હાઈ બેરલ બ્રિજમાં બનાવવામાં અનેક વખત ધારાસભ્ય, સાંસદ સહિત વિસ્તારના જનપ્રતિનિધિને રજૂઆત કરી ચૂક્યા છે. જોકે, આજ દિન સુધી તેઓની માગ ન સ્વીકારવામાં આવતા વિસ્તારનો આજે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.