ETV Bharat / city

વેક્સિનેશનના પ્રથમ તબક્કાના બીજા દિવસે સુરતના હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી - કોરોના વેક્સિનેશન

સમગ્ર દેશમાં કોરોના સામેની લડતને લઈ વેક્સિનેશનનો આરંભ થઇ ગયો છે, ત્યારે વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં આજે મંગળવારે સુરત ખાતે હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ અગાઉ 16 જાન્યુઆરીના રોજ રસી આપવામાં આવી હતી

ETV BHARAT
વેક્સિનેશનના પ્રથમ તબક્કાના બીજા દિવસે સુરતના હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી
author img

By

Published : Jan 19, 2021, 8:49 PM IST

  • સુરતના હેલ્થ વર્કર્સનું રસિકરણ શરૂ
  • શહેરમાં રસીની આડઅરસ માટે વોર રૂમ તૈયાર કરાયો
  • શનિવારે સુરતના 1,247 હેલ્થ વર્કર્સને રસી અપાઈ હતી

સુરત: સમગ્ર દેશમાં કોરોના સામેની લડતને લઈ વેક્સિનેશનનો આરંભ થઇ ગયો છે, ત્યારે વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં આજે મંગળવારે સુરત ખાતે હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ અગાઉ 16 જાન્યુઆરીના રોજ રસી આપવામાં આવી હતી. શનિવારના રોજ 1,247 હેલ્થ વર્કર્સને સુરતમાં રસી અપાઇ હતી. જેની કોઈપણ આડઅસર 3 દિવસ સુધી જોવા મળી નથી. આ માટે ખાસ મહાનગરપાલિકાએ વોર રૂમ તૈયાર કર્યા છે. જેમાંથી તમામ પાસેથી તેમના સ્વાસ્થ્યને લઈ જાણકારી મેળવવામાં આવે છે.

વેક્સિનેશનના પ્રથમ તબક્કાના બીજા દિવસે સુરતના હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી

પાલિકા દ્વારા વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો

16 જાન્યુઆરી બાદ આજે મંગળવારે રસિકરણના પ્રથમ તબક્કાના બીજા સેશનમાં રસિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 14 જેટલા વિવિધ સેન્ટર પરથી રસિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ રસી લીધા પછી કોઈને આડઅસર નથી તે જોવા માટે પાલિકા ખાસ દ્વારા વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. આ અંગે સુરતના આરોગ્ય વિભાગના અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, વોર રૂમથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. રવિવારે અને સોમવારે કોઈપણ પ્રકારની આડઅસર તેમને જોવા મળી નથી. આ જ રીતે આજે મંગળવારે પણ 14 કેન્દ્રો ઉપર સેશન પ્લાન કરવામાં આવ્યો છે. આવી જ રીતે આવનારા દિવસોમાં તબક્કાવાર દરેક કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે.

આવતા મહિનાનામાં શહેરના તમામ હેલ્થ વર્કરની વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ થવાની આશા

ભારત સરકારની સૂચના બાદ સુરતમાં પણ મંગળવાર, ગુરુવાર અને શનિવારના રોજ વેક્સિનેશન સેશન રાખવામાં આવ્યાં છે. સોમવાર અને ગુરુવારના રોજ બાળકોને ઇમ્યુનિટાઈઝેશનની કામગીરી થતી હોય છે. જેથી આ દિવસે વેક્સિનેશનની કામગીરી રાખવામાં આવી નથી, જ્યારે ૩૧મીના રોજ પલ્સ પોલિયો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જેથી તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ દિવસે સેશન્સ યોજવાનો નિર્ણય લેવાયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવતા મહિનાના ત્રીજા કે ચોથા અઠવાડિયા સુધીમાં શહેરના તમામ હેલ્થ વર્કરની વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.