સુરત : સામાન્ય રીતે મહેંદીની વાત આવે ત્યારે લોકો માથામાં નાખવાની મહેંદી (Hariyali Teej 2022) અને બીજા હાથમાં મુકવાની લીલી મહેંદીને જ યાદ કરે છે. પરંતુ, એ વાત જાણીને નવાઈ લાગશે કે હવે મહિલાઓ હાથમાં સફેદ મહેંદી પણ મુકાવી રહી છે. હરિયાળી ત્રીજના દિવસે કેટલાક રાજ્યોમાં મહિલાઓ સફેદ મહેંદીને (White Henna Women) મુકે છે અને આ દિવસને તમામ મહિલાઓ સૌભાગ્ય દિવસ માને છે. જોકે, હવે સફેદ મહેંદી આધુનિક સંસ્કૃતિનો એક ભાગ બની રહી છે અને ટેટૂ જેવી દેખાય છે.
આ પણ વાંતો : કડવા ચોથના વ્રતને લઇ આણંદના વેપારીએ 500 મહિલાઓને મહેંદી મૂકાવી આપી..!
સફેદ મહેંદીની સુંદરતા - સફેદ મહેંદીની ડિઝાઇન સ્પષ્ટ અને (White Henna Characteristic) સુંદર દેખાય છે જેના કારણે તે અન્ય મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પરિણામે રિંગ સેરેમનીથી લઈને લગ્નપ્રસંગમાં મહીલાઓ સફેદ મહેંદી મુકાવી રહી છે. આ અંગે નિમિષા પારેખે જણાવ્યું હતું કે, સફેદ મહેંદી એ મહેંદી નથી હકીકતમાં સફેદ મહેંદી એ બોડી સેફ કલર છે. જોકે, બદલાતા સ્ટાઈલ અને ટ્રેન્ડને લઈને આ મહેંદીનું ચલણ વધ્યું છે. તો બીજી તરફ ઘણી (Types of White Henna) મહીલાઓ એવી છે જેમને મહેંદી ગમતી નથી.
આ પણ વાંતો : મહેંદી ઉર્ફે હીના પેથાણીના મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં Postmortem, પિતા કબજો લેવા પહોંચ્યાં
સફેદ મહેંદી કેટલો સમય રહે - વધુમાં નિમિષા પારેખે જણાવ્યુ હતું કે, સફેદ કલર જ અપીલિંગ કરે છે. બોડી સેફ કલરનો ઉપયોગ કરીને કોન બનાવ્યા બાદ તેને હાથમાં મુકવામાં આવે છે. 10 થી લઇને 30 મિનિટ સુધીમાં તે સુકાઈ જાય છે. આ સફેદ મહેંદી પાણીથી (White Henna for Women) ધોઈ શકાય છે. પરંતુ, ઘસીને કાઢતાં તે નીકળી જાય છે. તેને ક્લોરિન, નેઇલ રીમુવર વગેરેથી જો વધારે જાળવીને રાખવામાં આવે તો ઓછામાં ઓછા એક દિવસથી લઈને સાત દિવસ સુધી તે એવી જ રહે છે.