- હાર્દિક પટેલ સુરતની મુલાકાતે
- વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને ચર્ચા
- યુવા તથા કાર્યકર્તાઓને મળશે હાર્દિક
સુરત : મહાનગરપાલિકાની ચૂંટણીમાં માત્ર એક જ દિવસ માટે પ્રચાર કરવા આવેલા હાર્દિક પટેલ સુરતની બે દિવસીય મુલાકાતે છે. આ અંગે હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી જાહેરાત કરી છે કે તેઓ 12મી અને 13મી ઓગસ્ટના રોજ સુરતના મિત્રો આંદોલન સમયના સાથીઓ અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત લેશે. આ બંને દિવસ જ્યાં હાર્દિક પટેલનો કાર્યક્રમ છે, તે પાટીદાર વિસ્તાર તરીકે ઓળખાય છે અને હાલ જ્યાં આમ આદમી પાર્ટીએ પકડ જમાવી લીધી છે કોંગ્રેસની તમામ પાલિકાની બેઠકો આમ આદમી પાર્ટી આ વિસ્તારથી જીતી છે. જે કારણે ફરી એક વખત આ વિસ્તારમાં કોંગ્રેસની પકડ બનાવવા માટે હાર્દિક પટેલ દ્વારા આ વિસ્તાર કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યું હોય આવા હતા રાજકિય નિષ્ણાંતો માની રહ્યા છે.
કોંગ્રેસ પણ મેદાનમાં
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જે રીતે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એક બાદ એક કાર્યક્રમ યોજી રહી છે અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહી છે, તેની સામે કોંગ્રેસ મેદાનમાં અત્યાર સુધી નહિવત દેખાઈ રહી હતી પરંતુ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે તેઓએ પોતાના યુવા નેતા હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલ બે દિવસ માટે સુરતની મુલાકાતે છે અને આ અંગેની જાણકારી તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આપી છે.
સમસ્યા જાણવા માંગું છું
હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, મારા મહાન સુરતના મિત્રો આંદોલન સમયના સાથીઓ અને પાર્ટી કાર્યકર્તાઓ હું આવતા બે દિવસ સુરતની મુલાકાતે છું આપ સૌને મળવા માંગુ છું અને આપના વિવિધ સૂચન અને સમસ્યા જાણવા માંગું છું જેથી આવનાર દિવસોમાં આપ સૌ માટે હું કામ કરી શકું.
આ પણ વાંચો : World Elephant Day: બોલીવુડ અને હાથી
ગઢમાં ભંગાણ
હાર્દિક પટેલ 12મી અને 13મી જુલાઈના રોજ સવારે 11:00 થી લઇ રાતના 11:00 વાગ્યા સુધી પુના ગામ ખાતે આવેલ સરદાર ફાર્મમાં લોકોને મળશે. અગત્યની વાત છે કે આ પાટીદાર મત વિસ્તાર તરીકે ઓળખાય છે, જે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મજબૂત ગઢ ગણાતો હતો પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો અને કોંગ્રેસ વચ્ચે ટિકિટને લઇ થયેલા મતભેદ બાદ કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે.
પાટીદાર ગઢને ફરીથી કોંગ્રેસ તરફી કરવા માટે કોંગ્રેસે કવાયત
આ ગઢને ફરીથી કોંગ્રેસ તરફી કરવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી દીધી છે. સૌથી અગત્યની વાત આ છે કે યુથ કોંગ્રેસ સંગઠનમાં યુવાનોને જોડાવા માટે તેઓ આવાહન પણ કરશે અને ઓનલાઈન પ્રક્રિયા પણ હાથ ધરાશે. સાથોસાથ તેઓ આંદોલન સમયના પોતાના જૂના સાથીઓને પણ મળશે..બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરશે. પાલિકા ચૂંટણી સામે પાસના જે કાર્યકર્તાઓ કોંગ્રેસથી નારાજ થયા હતા તેમને પણ મળશે. પાસ ના કન્વીનર ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ પણ આપી હતી પરંતુ અન્ય બેઠકો માટે થયેલા વિવાદ બાદ પાસ ના કાર્યકર્તાઓ કોંગ્રેસથી નારાજ થયા હતા.
![pas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12747172_har.jpeg)
બે દિવસો સુધી તેઓ યુવાનોથી મળશે
હાર્દિક પટેલના બે દિવસીય કાર્યક્રમને લઇ સુરત કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં યુવાનો યુથ કોંગ્રેસ થી જોડાઈ આ માટે પોતે અમારા નેતા સુરત આવી રહ્યા છે યુવાનોમાં ઘણો ઉત્સાહ છે અને બે દિવસો સુધી તેઓ યુવાનોથી મળશે અને ઓનલાઈન રૂબરૂ પણ થશે યુથ કોંગ્રેસ અને પ્રદેશ માટે જે લોકોએ દાવેદારી નોંધાવી છે તેમને રૂબરૂ મળશે અને સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે.
આ પણ વાંચો : સુર અને લયબદ્ધ શિવ ચાલીસાનું અદ્દભુત પઠન, જુઓ વીડિયો...
ઓબીસી કાયદાને લઈ ચર્ચા
પાટીદાર અનામત સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ દ્વારા સંપર્ક કરાયો છે કે તેઓ સુરત આવવાના છે અને અમને મળશે અમે કોઈપણ રાજકીય પાર્ટીના કાર્યક્રમમાં જશું નહીં તેઓ અમારી સાથે પ્રાઇવેટ મિટીંગ કરશે,સાથોસાથ જે હાલ ઓબીસી કાયદાને લઈ જોગવાઈ છે તે અંગે પણ અમે ચર્ચા કરીશું કે કેવી રીતે હવે પાટીદાર સમાજને આ કાયદાનો લાભ મળી શકે અમારી વચ્ચે કોઈ પણ મનભેદ નથી જે પણ હતું તે કોંગ્રેસ સાથે છે કોંગ્રેસે હાર્દિક પટેલ નો વર્ચસ્વ ઓછું કરવા માટે જે પણ કર્યું હોય પરંતુ અમારું હાર્દિક પટેલ સાથે કોઈ પણ સમસ્યા નથી.
અમારી માટે કોઈ મોટી વાત નથી
ભાજપના શહેર પ્રવક્તા ડો જગદીશ પટેલ હાર્દિક પટેલના કાર્યક્રમને લઇ જણાવ્યું છે કે હાર્દિક પટેલ સુરત આવતા જતા હોય છે એ અમારી માટે કોઈ મોટી વાત નથી કોંગ્રેસનું આમ પણ કોઈ વર્ચસ્વ નથી. જો કોઈ બ્લ્યુ રચના બનાવવામાં આવશે તો એની ઉપર અમારી નજર રહેશે.
હાર્દિક પટેલ અને કોંગ્રેસ વિશે જનતા જાણે છે
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું છે કે હાર્દિક પટેલ હોય કે કોંગ્રેસ તેમને ગુજરાતમાં હવે કોઈ પસંદ કરતું નથી તેમનું કોઈ અસ્તિત્વ નથી હાર્દિક પટેલ અને કોંગ્રેસ વિશે જનતા જાણે છે જેથી હાર્દિક પટેલના બે દિવસના કાર્યક્રમ થી અમને કોઈ ફેર પડતો નથી..