સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ધરતીકંપની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સુરતમાં ગુરુવારે ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કોંગ્રેસ નેતા એવા નિવેદનો આપે છે, જેનાથી લાગી રહ્યું છે કે, તેઓ પાર્ટીથી નારાજ (Hardik Patel on resentment in Congress) છે.
નારાજગી અંગે શું કહ્યું હાર્દિક પટેલે - સુરતના આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે (Hardik Patel in Surat) નારાજગી અંગે જણાવ્યું હતું કે, પાર્ટીની અંદર નાનીમોટી નારાજગી (Hardik Patel on resentment in Congress) રહેશે. જોકે, આપણું સંવિધાન સાચું બોલવાની સ્વતંત્રતા આપે છે. પક્ષને કોઈ પણ બાબતે જલ્દીથી જલ્દી નિર્ણયો લેવા જોઈએ.
આ પણ વાંચો - Patidar Anamat Andolan Cases Withdraw : પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પાછા લેતી સરકાર, હાર્દિકને રાહત
હાર્દિક પટેલ નારાજ હોવાના સમાચાર વહેતા થયા હતા - સુરત ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીના ઉપલક્ષ્યમાં (Dr. Babasaheb Ambedkar Birth Anniversary Celebration in Surat) યોજાયેલી રેલીમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ (Hardik Patel in Surat) જોડાયા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ પોતાના પક્ષથી નારાજ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, ત્યારે તેમણે આ બાબતે જણાવ્યું હતું કે, નારાજગી પક્ષથી (Hardik Patel on resentment in Congress) રહેતી હોય છે. પક્ષને નિર્ણય ઝડપથી લેવો જોઈએ.
હાર્દિક પટેલે કરી સ્પષ્ટતા- ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી તેમની નારાજગી (Hardik Patel on resentment in Congress) તેમના નિવેદનો થકી મીડિયામાં આવી રહી છે. એટલી હદે કે નારાજ હાર્દિક પટેલ અને અન્ય પક્ષમાં જોડાઈ શકે છે. જોકે, હાર્દિક પટેલે આ વાતોને રદિયો આપ્યો હતો.
આ પણ વાંચો - Congress Yuva Swabhiman Sammelan: સરકાર બેરોજગારી મુદ્દે બોલતા ડરે છે એટલે કાર્યક્રમને મંજૂરી ન આપીઃ હાર્દિક પટેલ
પાર્ટીની અંદર નાની-મોટી નારાજગી રહેશે - કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જ્યાં છે ત્યાં સાચું બોલવું જોઇએ. જો પાર્ટીમાં સાચું બોલવું ગુનો છે. તો મને ગુનેગાર ગણી શકો છો. આજે ગુજરાતની જનતા આપણાથી ઘણી આશા લગાવી બેઠી છે. પાર્ટીની અંદર નાનીમોટી નારાજગી (Hardik Patel on resentment in Congress) રહેશે. એકબીજા પર આરોપ પ્રત્યારોપ થતા હોય છે. શ્રેષ્ઠ ગુજરાતનું જે સંકલ્પ સૌ સાથે મળીને લીધો છે. તે સાથે મળીને પૂર્ણ કરવો પડશે. હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસમાં મજબૂત લોકોની આવડતનો યોગ્ય ઉપયોગ થશે તો જ પાર્ટી મજબૂત (Hardik Patel on Congress Strong Leaders) બનશે.