ETV Bharat / city

ડાંગના 2 અણમોલ રત્નોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ

એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેક્ટર જેવી મલ્ટીપલ પર્સનાલિટી ધરાવતી ડાંગની યુવતી મોનાલીસા પટેલ અને ઍથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારી 'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ.

ડાંગના 2 અણમોલ રત્નોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ
ડાંગના 2 અણમોલ રત્નોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ
author img

By

Published : Mar 7, 2021, 6:32 PM IST

Updated : Mar 7, 2021, 6:56 PM IST

  • 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ
  • ડાંગની 2 મહિલા બની લોકો માટે પ્રેરણારૂપ
  • બન્ને મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ

ડાંગઃ જિલ્લાની મોનાલીસા પટેલે સાધન સુવિધાઓના અભાવ અને સંદેશા વ્યવહારની મર્યાદાઓ હોવા છતાં માયાનગરી મુંબઈમાં પ્રવેશ કર્યો અને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કરી દુનિયાને પોતાની પ્રતિભા બતાવી દીધી છે. આ સાથે જ લોકોને પ્રેરણા આપી કે, જો ખૂદમાં પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી સફળ થતાં રોકી શકતી નથી. ઉલ્લેખનીય છે કે, મોનાલીસા પટેલે 'સાવુલી' નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમાં ઉત્કૃષ્ટ કલાકારી દેખાડ્યા બાદ 'પિકસલ ફોરેસ્ટ ફિલ્મ સ્ટુડિઓ'ના બેનર હેઠળ બનેલી 'નેટિવ કોંગો" અને "ચિત્રકૂટ"માં પણ અભિનયના ઓજસ પાથર્યાં છે.

સીને વિદ્યા વર્કશોપ દ્વારા મોનાલીસા પટેલ પોતાના વિસ્તારમાં ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરાવે છે

વર્ષ 2006થી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં કામ કરતી ડાંગની આ યુવતીએ અનેક એડ ફિલ્મ્સ અને વીડિયો આલબમ્સમાં પણ પોતાની અદાકારી દેખાડી છે. વિશેષ કરીને મોનાલીસા ડાંગી ડાન્સ, આસામનુ બીહુ નૃત્ય, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનું ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલી ઉપરાંત અર્બન ડાન્સ સ્ટાઇલમાં પણ નિપુણતા ધરાવે છે. આ યુવતી, અંતરિયાળ વિસ્તારના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય તે માટે અંતરિયાળ વિસ્તારમાં રહીને ફિલ્મ નિર્માણની બારીકીઓ 'સીને વિદ્યા વર્કશોપ'ના માધ્યમથી ગ્રામ્ય બાળકોને શીખવી રહી છે.
આ પણ વાંચોઃ જલ્પા ઠક્કરના કારણે ગામડાની 200થી વધારે મહિલાઓને રોજગારીની તક મળી

જીવનમાં અભ્યાસ પ્રવાસનું ખૂબ મહત્વઃ મોનાલીસા પટેલ

પોતાના ત્રણ વર્ષના ભારત ભ્રમણ બાદ મોનાલીસા પટેલ દ્રઢપણે માને છે કે, જીવનમાં 'અભ્યાસ પ્રવાસ'નું ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રવાસ દરમિયાન જિંદગીની સાચી વાસ્તવિકતાઓ સાથે પનારો પડતાં કેટલા ઘણા લોકોને આપોઆપ આવડી જતું હોય છે. ગત સપ્તાહે જ અમદાવાદ ખાતે યોજાયેલા 'ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ' માં ભાગ લઈને આવેલી મોનાલીસા પટેલ મરાઠી ફિલ્મ 'નાદ પ્રેમાચા' સહિત આગામી ફિલ્મ 'શમા'માં કામ કરીને ડાંગ અને ગુજરાતને ગૌરવ પ્રદાન કરી રહી છે.

ફિલ્મોની દુનિયામાં પોતાનું નામ પ્રખ્યાત કર્યું

ઉલ્લેખનીય છે કે, આગામી 10 માર્ચે આમિર ખાનની આગામી ફિલ્મ 'કોઈ જાને ના'નું 'હરફન મૌલા...' સોન્ગ રિલીઝ થઈ રહ્યું છે. જેમાં પડદા પાછળની ડિરેક્શન ટીમમાં પણ મોનાલીસા પટેલે પોતાની ક્રિએટિવિટી દેખાડી છે.

એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ અપાવનાર ડાંગની સરિતા ગાયકવાડ

'ગોલ્ડન ગર્લ' તરીકે ઓળખાતી ડાંગની આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે પોતાના અથાગ પરિશ્રમથી જે મંઝિલ પ્રાપ્ત કરી છે તે જગજાહેર છે. સામાન્ય શ્રમજીવી પરિવારમાથી આંતરરાષ્ટ્રીય દોડવીર સુધીની સફર ખેડીને દેશને ગોલ્ડ મેડલ અપાવનારી આ યુવતીએ, પ્રસિદ્ધી અને લોકપ્રિયતા પણ ખોબલે ખોબલા ભરીને મેળવી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયાના ભરોસાપાત્ર પ્લેટફોર્મ એવા ઇન્સ્ટાગ્રામે પણ સરિતા ગાયકવાડના ઇન્સ્ટા એકાઉન્ટને 'બ્લુ ટિક' આપી તેમના એકાઉન્ટને અધિકૃત કર્યું છે.

ચૂંટણી આયોગના મતદાર જાગૃતિ અભિયાનમાં સરિતા ગાયકવાડ સ્ટેટ યૂથ આઈકોન

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના 'ખેલ મહાકુંભ'માંથી પ્રાપ્ત થયેલા આ અણમોલ રત્નને રાજ્ય સરકારે ગુજરાત પોલીસની નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરીને તેમને અદકેરું સન્માન પણ બક્ષ્યું છે. સરિતા ગાયકવાડ ગુજરાત ચૂંટણી આયોગના મતદાર જાગૃતિ અભિયાનની 'સ્ટેટ યૂથ આઈકોન' તરીકે પણ માનદ સેવાઓ આપી રહી છે. ડાંગ જિલ્લાનું અને ગુજરાત રાજ્ય સહિત દેશને અનોખું ગૌરવ પ્રદાન કરતા આ અણમોલ રત્નોને 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે' ખૂબ ખૂબ અભિનંદન પાઠવી, તેમના સંઘર્ષમાંથી આવનારી પેઢીને ખૂબ પ્રેરણા મળી રહે તેવી શુભકામનાઓ.

Last Updated : Mar 7, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.