ETV Bharat / city

Gujarat In Union Budget 2022 : બજેટમાં નદીઓને જોડવાની મોટી યોજનાઓમાં ગુજરાતની 3 નદીઓ શામેલ

કેન્દ્રીય બજેટ 2022 - 23માં રીવર લિન્કિંગ પ્રોજેક્ટમાં ગુજરાતની 3 નદીઓનો સમાવેશ થયો છે. બજેટમાં જેની વાત કરવામાં આવી તે (Gujarat In Union Budget 2022 ) યોજનાઓ વિશે જાણો.

Gujarat In Union Budget 2022 : બજેટમાં નદીઓને જોડવાની મોટી યોજનાઓમાં ગુજરાતની 3 નદીઓ શામેલ
Gujarat In Union Budget 2022 : બજેટમાં નદીઓને જોડવાની મોટી યોજનાઓમાં ગુજરાતની 3 નદીઓ શામેલ
author img

By

Published : Feb 1, 2022, 4:16 PM IST

અમદાવાદઃ કેન્દ્રીય બજેટમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં જાહેર કરેલા રીવર લિન્કિંગ પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2022-23 માટે 5,700 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંપ્રધાને આ સાથે જણાવ્યું હતું કે મોટી નદીઓને જોડવાના પ્રકલ્પ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા છે જે માટે વધુ નાણાં ફાળવણી કરવામાં આવી છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામને બજેટ વાંચન દરમિયાન કરેલી જાહેરાતને વિગતવાર જોઇએ તો તેમણે ઉત્તરભારતમાં કેન-બેતવા નદી ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ સહિત ગુજરાતના ત્રણ નદીના પ્રોજેક્ટ (Gujarat In Union Budget 2022 ) વિશે જણાવ્યું હતું કે ઔપચારિક રીતે ગત વર્ષે મંજૂર કરાયેલી કેન-બેતવા રિવર ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ માટે આશરે કુલ 46,605 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પાંચ રીવર ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટના પ્લાનિંગ જણાવ્યાં

નાણાંપ્રધાને આ દિશામાં ડ્રાફ્ટ પ્રોજેક્ટ રીપોર્ટનો (Gujarat In Union Budget 2022 ) ઉલ્લેખ કરતાં અન્ય પાંચ રીવર ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટના પ્લાનિંગ જણાવ્યાં છે. આ પ્લાનિંગમાં ગુજરાતની દમણગંગા- પીંજર (Damanganga Pinjar River Linking Project ) , પાર- તાપી-નર્મદા (Paar Taapi Narmada River Linking Project ) , ક્રિષ્ણા-ગોદાવરી, ક્રિષ્ણા - પેન્નાર અને પેન્નાર કાવેરી રીવર ઇન્ટરલિન્કિંગ પ્રોજેકટ જાહેર કરવામાં આવ્યાં છે. આ એવા પ્રોજેક્ટ છે જે લાંબા સમયથી કામકાજ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટોનો ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ (DPRs) તૈયાર( River Linking Project Of Gujarat ) કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય કેબિનેટમાં ડીસેમ્બર માસમાં તેની માટે ફંડિંગ મંજૂર કરવામાં આવ્યું છે અને આગામી 8 વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની વાત પણ કરવામાં આવી છે.

ગુજરાતની ત્રણ નદીઓની યોજના

ગુજરાતની નદીઓમાં જેનો સમાવેશ થયો છે તમામ દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી નદીઓ છે. નર્મદાના વિપુલ જળરાશિના મહત્તમ ઉપયોગ માટે સરદાર સરોવર ડેમ યોજનાનું મુખ્ય કામ પૂરું થઇ ચૂકેલું છે. જ્યારે દમણગંગા નદીની (Damanganga Pinjar River Linking Project ) વાત કરીએ તો આ નદી મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને દીવ દમણમાંથી વહેતી અરબી સમુદ્રને મળે છે. 131 કિલોમીટર લાંબી આ નદીના વિસ્તારમાં વાપી, દમણ, દાદરા અને સેલવાસ જેવા ઔદ્યોગિક શહેરો વસેલાં છે. દમણગંગા નદીના જળરાશિના ઉપયોગ માટે મધુબન ડેમ બાંધવામાં આવેલો છે. આ નદીનું પાણી વાપી જેવા ઔદ્યોગિક શહેરને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડે છે. આ નદીનું વધારાનું પાણી દરિયામાં જતું અટકાવવા પીંજર નદીમાં ઠાલવી કૃષિપીયત અને પીવાના પાણીનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા રિવર લિન્કિંગનો લાભ મળી શકે છે. જોકે આ અંગે સ્થાનિક કક્ષાએ વિરોધ પણ જોવામાં આવ્યો છે.

પાર-તાપી-નર્મદાથી ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી મળશે લાભ

પાર-તાપી-નર્મદા લિન્ક પ્રોજેક્ટની (Paar Taapi Narmada River Linking Project ) વાત કરીએ તો પાર-તાપી-નર્મદા જોડાણ માટે દક્ષિણ ગુજરાતની તોફાની નદી પાર અને તાપી નદી વચ્ચે જેવી કે ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીનો વધારાનો પાણીનો જથ્થો ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારમાં પહોંચાડવાની યોજના છે. તેનો મુખ્ય હેતુ સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવાનો છે. યોજના માટેનું પ્લાનિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે નજીકના સમયમાં ટેન્ડરિંગ કરીને કામ શરૂ કરવાની તૈયારીઓ છે. આ યોજનામાં નવા 7 બંધ પણ બનાવાશે. જેમાં પાર નદી પર ઝરી, મોહનકાવચાલી અને પૈખડ, ઔરંગા નદી પર ચાંસમાંડવા, અંબિકા નદી પર ચીકારા અને દાબદર અને પૂર્ણા નદી પર કેલવણ બંધ બનાવવાનું વિચારવામાં આવ્યું છે. યોજનાનો મુખ્ય હેતુ જળાશયોના ઉપરવાસ તથા તે વિસ્તારમાં ઘરેલુ તેમ જ સિંચાઈ માટે પાણીની જરૂરિયાત તેમજ જોડાણનાં માર્ગમાં આવતી સિંચાઈ વ્યવસ્થા તેમજ નર્મદાના સિંચાઈ વિસ્તારમાં પુરવઠો વધારવાનો છે. યોજના હેઠળ વર્ષેદહાડે 80,000 લોકોને પીવાનું પાણી મળશે. દરેક જળાશયનું પાવર હાઉસ પણ બનાવાશે જેથી વીજળી પણ મળી શકે. તો 395 કિલોમીટર લાંબી નહેર બનાવાશે જેમાં જેમાં 205 કિલોમીટર પાર- તાપીના ભાગમાં ફીડર કેનાલની લંબાઈ સહિત 190 કિલોમીટરની નહેર બનશે. આમાં ત્રણ ડાયવર્ઝન વીયર્સ, 2 બોગદા (ટર્નલ્સ) બનાવાશે, જે 5 કિલોમીટર લંબાઈના રહેશે.

આ પણ વાંચોઃ Budget 2022 Post Office : પોસ્ટ વિભાગથી મની ટ્રાન્સફર થશે, ડિજિટલ બેન્કિંગ સેન્ટરની જાહેરાત

2009માં થઇ હતી શરુઆત

આ યોજના (Paar Taapi Narmada River Linking Project ) માટે 2009માં સર્વે શરૂ થયો હતો અને કુલ 6,000 કરોડની યોજના હતી. જોકે સ્થાનિકોના ભારે વિરોધથી યોજના વિલંબિત બની રહી છે. આ યોજનાથી વર્ષે 618.24 કરોડની આવકનું લક્ષ્ય છે જેમાં સિંચાઈથી 563 કરોડ અને વિદ્યુત ઉત્પાદન દ્વારા 55 કરોડની આવક થશે. દરિયામાં જતાં 1300 એમસીએમ પાણીને બચાવી શકાશે જે પીવાના ઉપયોગમાં લઇ શકાશે. આ યોજનાનો લાભ નવસારી, સુરત, ડાંગ અને ભરૂચ જિલ્લામાં 0.50 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સહિત સૌરાષ્ટ્રને પણ મળશે, જેમાં સૌરાષ્ટ્રની કુલ 3 લાખ હેક્ટર જમીનને સિંચાઈ મળશે.

કેન્દ્રીય બજેટમાં મોટો હિસ્સો મેળવનાર કેન -બેતવા રિવર લિન્કિંગ

કેન -બેતવા રીવર લિન્કિંગ માટે નાણાંની ફાળવણી (River Linking Project in Union Budget 2022 ) વિશે જણાવવામાં આવ્યું તેમ 4,300 કરોડ રુપિયા 2021-22ના બજેટમાં ફાળવાયા હતાં. જ્યારે 1,400 કરોડ રુપિયા 2022-23માં ફાળવણી કરવામાં આવી છે. કેન બેતવા રીવર લિન્કિંગ પ્રોજેક્ટ બુંદેલખંડના દુકાળિયા વિસ્તારના 13 જિલ્લાને આવરે છે. આ 13 જિલ્લાઓમાં ચૂંટણી છે તેવા ઉત્તરપ્રદેશ અને પાડોશના મધ્યપ્રદેશને આવરી લેશે. આ યોજનાનો લગભગ 9 લાખ ખેડૂતોને ફાયદો થશે તેવી માહિતી પણ બજેટ વાંચન દરમિયાન નાણાંપ્રધાને આપી હતી. આ પ્રોજેકટથી પીવાના પાણીનો આશરે 62 લાખ લોકોને લાભ મળવા સાથે 103 એમગાવોટ હાઈડ્રોપાવર અને 27 મેગાવોટ સોલાર પાવર ઉત્પન્ન કરાશે. ડીસેમ્બરમાં જ સરકારે જણાવ્યું હતું કે આ યોજનાથી લાભ મેળવનાર જિલ્લાઓમાં મધ્યપ્રદેશના પન્ના, તિકમગઢ, છત્તરપુર, સાગર, દમોહ દતિયા, વિદિશા, શિવપુરી અને રાયસેન, તેમ જ ઉત્તરપ્રદેશના બાંદા, મહોબા, ઝાંસી અને લલીતપુર જિલ્લાઓ લાભાન્વિત થશે. ઉલ્લેખનીય છે કે કેન -બેતવા રીવર લિન્કિંગ પ્રોજેક્ટ (Ken-Betwa River Linking Project) ભારતનો સૌપ્રથમ આ પ્રકારની યોજના છે જે ચાર દશકથી વિચારણાના સ્તરે હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને મંજૂરી આપી હતી.

આ પણ વાંચોઃ GIFT International Arbitration Center : કેન્દ્રીય બજેટ 2022માં થયેલી ગાંધીનગર ગિફ્ટ સિટીને લગતી મહત્ત્વની જાહેરાત

અટલબિહારી વાજપેયી હતાં સ્વપ્નદ્રષ્ટા

નદીઓના ઇન્ટરલિંકિંગ (ILR) વિશે 1982માં સૌપ્રથમવાર રજૂઆત (River Linking Project in Union Budget 2022 ) થઇ હતી. જ્યારે 1999-2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આ યોજના વિશે હકારાત્મક અભિગમથી સક્રિયપણે કામ હાથ ધરવામાં આવ્યું હતું. ILR પ્રોજેક્ટના બે ઘટકો છે દ્વીપકલ્પ અને હિમાલય. બંને ઘટકો મળીને 30 નદી-જોડાણ પ્રોજેક્ટ ધરાવે છે. તેના ફાયદા-નુકસાનની વાત જોઇએ તો પૂર નિયંત્રણ, ઇલેકટ્રિસિટી ઉત્પાદન, યાતાયાત, પર્યાવરણીય અસર, જળસૃષ્ટિ, જંગલ અધિગ્રહણ અને વિસ્તારોના સબમર્જ થવાની બાબતો સ્પર્શે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.