- આજે મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે
- કોરોનાની પરિસ્થિતિ અંગે તેઓ સમીક્ષા બેઠક કરી રહ્યા છે
- ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી ત્રણથી ચાર દિવસ માટે લોકડાઉનનો નિર્દેશ આપ્યો
આ પણ વાંચો : સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરાશે
સુરત: ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી ત્રણથી ચાર દિવસ માટે લોકડાઉનનો નિર્દેશ આપ્યો છે અને આજે મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરતની મુલાકાતે છે. કોરોનાની પરિસ્થિતિ અંગે તેઓ સમીક્ષા બેઠક કરી રહ્યા છે. આ વચ્ચે તે સુરતમાં ત્રણ ધારાસભ્ય હર્ષ સંઘવી, વિવેક પટેલ સહિત વીનું મોરડીયા અને સુરતના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી તેમજ સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ હાઇકોર્ટના નિર્દેશને લઈ ETV Bharatને પ્રતિક્રિયા આપી હતી.