ETV Bharat / city

આઠ કલાકનો પરિપત્ર રદ થતાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વ્યક્ત કર્યો આભાર

ગુજરાત સરકાર દ્વારા આજરોજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણને લઈને 8 કલાકના પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે શિક્ષકોનો વિરોધ થતાં રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે.

આઠ કલાકનો પરિપત્ર રદ થતાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વ્યક્ત કર્યો આભાર
આઠ કલાકનો પરિપત્ર રદ થતાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વ્યક્ત કર્યો આભાર
author img

By

Published : Sep 8, 2021, 5:20 PM IST

Updated : Sep 9, 2021, 11:53 AM IST

  • શિક્ષણ સજ્જતા સર્વેક્ષણનો આઠ કલાકનો પરિપત્ર રદ
  • સુરત નગર પ્રાથમિક સમિતિના શિક્ષકોએ ખુશી વ્યક્ત કરી
  • ગામડાંઓમાંથી આવતાં શિક્ષકો માટે મોટી મુશ્કેલી સર્જાત

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા થોડા સમય પહેલા રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં શિક્ષકોને શિક્ષણ સજ્જતા સર્વેક્ષણને લઈને આઠ કલાક શિક્ષકોની હાજરી જોઈશે એવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા આ પરિપત્રનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. નગર પ્રાથમિકના શિક્ષકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ આ પરિપત્રનો વિરોધ કરવામાં આવતો હતો. છેવટે આજે રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે.

શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી
શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળીરાજ્ય સરકાર દ્વારા 8 કલાક હાજરીના પરિપત્રને રદ કરાતાં શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તેમણે રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આઠ કલાક સમયનો પરિપત્ર પરત ખેંચી અને પાંચ કલાકની સહમતિ દર્શાવી છે. તે માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગને સુરત મહાનગર પ્રાથમિક શિક્ષણ સંઘ વતી તમામ 4000 શિક્ષકોએ આભાર માન્યો હતો. 80 ટકા જેટલી મોટાભાગની બહેનો શિક્ષક તરીકે હોવાથી આ આઠ કલાકના સમય હોત તો અમારા શિક્ષકોને માનસિક રીતે ખૂબ જ તકલીફ પડત અને તેમનાં અપડાઉનમાં પણ એટલો સમય જાય છે. અમુક શિક્ષકો ગામડાઓમાંથી પણ અપડાઉન કરે છે તે પરિવારમાં પૂરતો સમય ન આપી શકત જેથી પારિવારિક જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડત.શિક્ષકો માનસિક રીતે સ્વસ્થ હોય તો બાળકોને પણ સારી રીતે ભણાવી શકે

એક શિક્ષકે આ અંગે જણાવ્યું હતું કે અમારી કેટલીક બહેનો એવી પણ છે જે દૂરદૂરથી સુરત અપડાઉન કરે છે. તેમને આવવાજવામાં બે થી ત્રણ કલાક લાગે છે. 100 કિલોમીટર દૂરથી આવવું અને શાળાના બાળકોને પણ ન્યાય આપવો. તો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય તો જ બાળકોને સારી રીતે ભણાવી શકે અને ન્યાય આપી શકે. ખાસ આ પાંચ કલાકમાં બાળકોની સાથે કામ કરવાનું હોય તો માનસિક રીતે સ્વસ્થ શિક્ષક સારું કામ કરી શકે.

આ પણ વાંચોઃ શિક્ષકોનાં કામના કલાક અંગેની ચર્ચાનો આજે કેબિનેટ બેઠકમાં આવ્યો અંત, જાણો શું લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ સરકારે ફરી નિર્ણય ફેરવ્યો: શિક્ષકોએ 8 કલાક કામ કરવાનો પરિપત્ર કેબિનેટમાં ચર્ચા બાદ રદ્દ કરાયો

Last Updated : Sep 9, 2021, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.