ETV Bharat / city

Gujarat Assembly Election 2022: વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ સમિતિને મજબુત બનાવવા કરી હાંકલ - વન ડે વન ડિસ્ટ્રીકટ

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં આજે 'વન ડે વન ડિસ્ટ્રીકટ' હેઠળ (One Day One District Programme)ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે નવસારીની મુલાકાત કરી કાર્યકર્તાઓને પેજ સમિતિ મજબૂત કરવાની હાંકલ કરી હતી.

Gujarat Assembly Election 2022: વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ સમિતિને મજબુત બનાવવા કરી હાંકલ

author img

By

Published : Jan 16, 2022, 9:15 PM IST

નવસારી : ગુજરાત વિધાનસભાની ચુંટણીના ભણકારા (Gujarat Assembly Election 2022)વાગી રહ્યા છે, ત્યારે ભાજપા દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા 'વન ડે વન ડિસ્ટ્રીકટ'નો (One Day One District Programme)આરંભ આજે હોમ ગ્રાઉન્ડ નવસારીથી (C R patil will tour all the districts) કરવામાં આવ્યો હતો. નવસારીના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ પ્રમુખ પાટીલે જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ, જલાલપોરના ધારાસભ્ય આર.સી પટેલ તેમજ ગુજરાતના કેબિનેટ પ્રધાન તથા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા-તાલુકાના આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક લીધી હતી. જ્યારે ગણદેવી અને ચીખલીમાં પણ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓને મળ્યા હતા. ત્રણેય બેઠકમાં પાટીલે આગામી વિધાનસભા ચૂંટણી માટે મંડી પડવા કાર્યકર્તાઓને હાંકલ કરી હતી.

વિધાનસભા ચુંટણી પૂર્વે ભાજપ પ્રદેશ પ્રમુખે પેજ સમિતિને મજબુત બનાવવા કરી હાંકલ

પેજ સમિતિના બ્રહ્માસ્ત્રને મજબુત કરી, મતદારો સુધી પહોંચવાની રણનીતિ

દેશમાં ગત લોકસભાની ચુંટણીમાં પેજ સમિતિના ફોર્મ્યુલાથી સૌથી વધુ સાડા છ લાખની લીડ મેળવી બીજા નંબરે રહેલા સાંસદ સી.આર.પાટીલે વિધાનસભા પૂર્વે પેજ સમિતિ સહિત બુથને મજબૂત કરવા કાર્યકર્તાઓને હાંકલ કરી છે, જેની સાથે પેજ પ્રમુખો પોતના મતદારો સુધી ભાજપના વિઝન અને યોજનાઓને પહોંચાડેની રણનીતિ પર કામ કરવા સમજાવ્યા હતા. નવસારી જિલ્લામાં આવતી ચારેય વિધાનસભા સર કરવાનુ માર્ગદર્શન આપ્યું હતુ. જો કે પાટીલની મુલાકાત દરમિયાન નેતાઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહમાં કોરોનાને ભુલી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું ભુલ્યા હતા.

બેઠકમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઉપર સમીક્ષા પણ કરવામાં આવી

નવસારીમાં સંભવિત ત્રીજી લહેર શરૂ થઈ હોય એવી સ્થિતિ કોરોના પોઝિટિવ કેસોને જોતા લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં જિલ્લામાં 1144 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે, ત્યારે જિલ્લામાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થયું છે. આજે નવસારીના સાંસદ સી.આર.પાટીલ સાથે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નવસારી પ્રાંત અધિકારીએ મુલાકાત કરી હતી. બેઠકમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિ ઉપર સમીક્ષા પણ કરવામાં આવી હતી.

જિલ્લામાં કોરોના ટેસ્ટ વધારવા નવી 3 RT-PCR લેબોરેટરી શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધી નવસારી સિવિલ હોસ્પિટલમાં જ RT-PCR ટેસ્ટ માટે લેબોરેટરી કાર્યરત હતી, જેમાં સાંસદ પાટીલના પ્રયાસોથી બીલીમોરા, ચીખલી અને વાંસદામાં નવી RT-PCR લેબોરેટરી શરૂ થવા જઈ રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ઓક્સિજનની તકલીફ ન પડે એ માટે સાંસદના પ્રયાસોથી નવા ઓક્સિજન પ્લાન્ટ મળ્યા છે, સાથે જ 1 કરોડ રૂપિયાના ઓક્સિજનના જમ્બો સિલિન્ડર તથા ROB પણ આપવામાં આવશે. જિલ્લાના પશુ ચિકિત્સાલયોને પણ સાંસદ દ્વારા એક કરોડ રૂપિયાના ખર્ચે ચિકિત્સકીય સાધનો આપવામાં આવશે, ત્યારે સાંસદ પાટીલે આજે ચીખલી ખાતે RT-PCR લેબોરેટરીનું ઉદ્ઘાટન પણ કર્યુ હતુ.

આ પણ વાંચો:

Gujarat Assembly Election 2022: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પહેલા રાજ્યના તમામ જિલ્લાનો કરશે પ્રવાસ

Patil Surprise Visit: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની ઓચિંતી મુલાકાતે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.