સુરત: સુરત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઈન સેફ', (No drugs in safe) ફિટ એન્ડ સ્માર્ટ સુરત સિટી મુહિમ (Fit and Smart Surat City) અંતર્ગત શનિવારે નાઈટ મેરોથનનું આયોજન કરવામાં (night marathon In Surat) આવ્યું હતું. આ મેરોથનમાં ૪૦ હજારથી વધુ સુરતીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ મેરોથન 5,10 અને 21 કિલોમીટર સુધીની રાખવામાં આવ્યું છે. મેરોથોનમાં 14 લાખ અને 10 હાજર રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. આ મેરેથોનને રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, રાજ્યના રેલવે અને ટ્રસ્ટના પ્રધાન દર્શનાબેન જરદોશ અને પોલીસ અધિકારીઓ દ્વારા ફ્લેગ માર્ચ આપવામાં આવ્યો હતો.
સંગીતના સુરોથી લોકોનો ઉત્સાહ વધાર્યો: તે ઉપરાંત ગુજરાતની લોક ગાઈક કિંજલ દવે અને પાર્થિવ ગોહિલ સંગીતના સુરોથી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. શહેરના પ્રથમ નાગરિક મેયર, સુરત મહાનગર પાલિકા કમિશનર સહિતના અને અન્ય લોકોએ હાજરી આપી હતી. આ મેરોથોનમાં કેટલા લોકો એવા પણ હતા જેઓ પોતાના બાળકને સાયકલ ઉપર અને પોતે રનીંગ કરતા જોવા મળ્યા હતા અને મેરેથોન ફ્લેગમાર્ચ આપી ખુદ રાજ્ય ગૃહપ્રધાન, અને પોલીસ અધિકારીઓ, પોલીસ,કમિશનર દોડતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે ખાલીસ્તાન સમર્થનને લઇને કહી મહત્વની વાત...
સુરતીઓમાં એક અનેરો ઉત્સાહ: આ મેરોથોન લઈને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે સુરત શહેરના હજારો નાગરિકો મારુ સુરત સલામત સુરતના નારા સાથે હજારોની સંખ્યામાં સુરતીઓ ડુમસ રોડ ઉપર પાંચ-દસ અને એકવીસ કિ.મી.ની દોડ લગાવી છે. સુરતીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત અને ગુજરાતને પોતાના રાજકીય રોટલા શેકવા માટે બદનામ કરનાર એક એક લોકોને આજે સુરતીઓએ એક બુલંદ નારા જોડે જવાબ આપ્યો છે. હું સુરતીઓનો આભાર માની રહ્યો છું.
સુરત નાગરિકોએ દેશમાં વિકાસની રાહ ચીંદી: સુરત ગુજરાતના નાગરિકો એક થઈને દેશમાં વિકાસની રાહ ચીંદી દેશના અનેક રજ્યોના યુવાનો જેઓ એ પોતાના પરિવાર માટે સપનાઓ જોયા એ સપના પુરા કરવા માટે રોજગારી પુરી પાડવામાં જો સૌથી વધારે શ્રેય કોઈનું હોય તો તો આ એક-એક ગુજરાતીઓનું છે. આજે સુરતીઓએ ગુજરાતવતી તમામ લોકોને જવાબ આપ્યો છે અને હું મારા સૌ સુરતી ભાઈયો જોડે માત્ર ફ્લેગ ઑફ નહિ, પરંતુ વર્ષો પછી પાછો આજે જે રોડ પર જે શહેરની ધરતીએ મને મોટો કર્યો છે. એ ધરતી પર ગુજરાતની એકતાનો બુલંદ નારો લઈને હું પણ સુરતીઓ જોડે દોડવા નીકળીયો છું.
ગુજરાતીઓ અને ભારતીય જનતા પાર્ટીનો અનેરો સંબંધ: વધુમાં જણાવ્યું કે, સુરતીઓમાં ઉત્સાહ પણ છે. અને મારાં શહેર અને રાજ્યને બદનામ કરવાના વિરોધમાં આક્રોશ પણ છે અને એ જવાબ નક્કર છે. આજે તમે સુરત શહેરના લોકોનો બુલંદ અવાજ તમે સાંભળીયો છે અને આ રાજ્યની સૌ પ્રતિષ્ઠિત ચેનલો થકી માત્ર ગુજરાતીઓ જ નહિ પરંતુ આખા દેશે આજે સાંભળીયો છે. ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી આ એક સિક્કાના બે પ્યાલુ છે. ગુજરાતીઓને ભારતીય જનતા પાર્ટીનો એક અનેરો સંબંધ છે. અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સબંધ જો કોઈ દિવસ રીસર્ચ થશે તો એક-એક ગુજરાતીઓને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નીડર છે.
આ પણ વાંચો: યુ.કે.ના ફિલ્મ ફેસ્ટિવલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત શોર્ટ ફિલ્મની થઇ પસંદગી
આ ઉડતા ગુજરાતીઓ નથી, આ ડ્રગ્સ પકડતા ગુજરાતીઓ છે: વધુમાં જણાવ્યું કે, ભારત દેશના જે ડ્રગ્સને બોર્ડર ઉપરથી હેરાફેરી કરવા માટે લોકો મળતા નથી, એ પ્રકારની પોલીસે વ્યવસ્થા કરી છે. જેને લઈને પાકિસ્તાનના કરાચીમાં સૌથી મોટો ડ્રગ્સ વેપારી એના છોકરાએ પોતે ડિલિવરી કરવા આવાની હિંમત કરી. ગુજરાત પોલીસે જીવનભર તેનો એડ્રેસ બદલવાનું કામ કર્યું છે, એ રેકેડ પંજાબ જઈ રહ્યું હતું અને મારાં રાજ્યની પોલીસ અને મારાં રાજ્યના એક-એક નાગરિક દેશ ભક્તિમાં મારનારો લોકો છે. મારા ગુજરાતના એક એક નાગરિકોને રાજકીય રોટલો શેકવા માટે ઉડતા ગુજરાતીઓ કહે છે. આ ઉડતા ગુજરાતીઓ નથી, આ ડ્રગ્સ પકડતા ગુજરાતીઓ છે, જે રાજ્યના યુવકોનું ભવિષ્ય બગડતું રોકી રહ્યા છે. આમાં કોઈ મરાઠી, ગુજરાતી, રાજેસ્થાની નથી. આપણે સૌ ભરતીઓ છીએ અને આપણા દેશના જે કોઈ રાજ્યના પોલીસ ડ્રગ્સ માટે આ પ્રકારના કડક પગલાં ભરે તે પછી કોઈ પણ રાજ્યની પોલીસ હોય આપણે સૌ એક છીએ અને પોલીસના મોરલ મજબૂત કરવાની જબાદારી આપણી છે.